Homeખબરજાણો આકાશમાં ઉડતા વિમાનમાંથી આ વ્યક્તિ ગાયબ કઈ રીતે થઇ ગયો.

જાણો આકાશમાં ઉડતા વિમાનમાંથી આ વ્યક્તિ ગાયબ કઈ રીતે થઇ ગયો.

આ વિશ્વ ખૂબ જ મોટું છે જેમા જો કોઈ ખોવાઈ જાય તો તેનુ મળવુ ખૂબ મુશ્કેલ છે. તમે સાંભળ્યું જ હશે કે કોઈ બાળક રમતી વખતે પોતાના ઘરની બહાર જાય અને તે પછી ખોવાઈ જાય. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કોઈ વ્યક્તિ આકાશમા ઉડતા વિમાનમા બેઠો છે અને તે આકાશમાંથી જ ગાયબ થઈ ગયો હોય. કદાચ નહી પરંતુ અમે તમને અમેરિકાની આ રહસ્યમય ઘટના જણાવીશુ.

આ વાત ૪૮ વર્ષ પહેલા એટલે કે ૧૯૭૧ ની છે. હાથમા કાળી થેલી લઈને સુટ-બૂટ પહેરેલો એક વ્યક્તિ અમેરિકાના એરપોર્ટ પર પહોંચ્યો. આ વ્યક્તિનુ નામ ડેન કૂપર હતુ જેને ડીબી કૂપર તરીકે પણ ઓળખવામા આવે છે. પરંતુ આ તેનું અસલી નામ નહોતુ. તે કાઉન્ટર પર ગયો અને સિએટલની બોઇંગ -૭૨૭ ફ્લાઇટની ટીકીટ લીધી.

આ પછી તે પ્લેનમાં ગયો અને પાછળની સીટ ઉપર જઈને બેસી ગયો. પણ આશ્ચર્યજનક વાત એ હતી કે અન્ય મુસાફરોની જેમ તેણે બેગ ઉપર મૂકી નહી અને પોતાની સાથે રાખીને બેસી ગયો. જેમ વિમાન એરપોર્ટથી ઉડાન ભરી ત્યારે કૂપરે ફ્લાઇટ એટેન્ડન્ટને કાગળનો ટુકડો આપ્યો. એવુ કહેવાય છે કે એટેન્ડન્ટને લાગ્યુ કે તે એક બિઝનેસમેન છે અને તેને પોતાનો નંબર આપી રહ્યો છે.

જો કે એટેન્ડન્ટે તે કાગળ લીધો તે વાંચતાંની સાથે તે ચોંકી ગઈ કારણ કે આ કાગળ પર મારી પાસે બોમ્બ છે તેવુ લખેલુ હતુ. કૂપરે ફ્લાઇટ એટેન્ડન્ટને પોતાની બેગ ખોલીને બતાવ્યુ, જેમાં ખરેખર બોમ્બ હતો. આ પછી કૂપરે તેને પોતાની બધી પરિસ્થિતિઓ જણાવી અને વિમાનને નજીકના વિમાનમથક પર ઉતારીને તેમા રિફ્યુઅલ કરવાનુ કહ્યુ. આ સાથે તેમણે બે લાખ ડોલર (આજ સુધીમાં આશરે એક કરોડ ૩૬ લાખ રૂપિયા) અને ચાર પેરાશૂટની પણ માંગ કરી હતી.

આ પછી પાઇલટને જાણ કરવામા આવી હતી અને તેણે સીએટલના એર ટ્રાફિક કંટ્રોલને વિમાન હાઈજેક અને કૂપરની માંગણીઓ વિશે જાણ કરી હતી. આ સાંભળીને અંધાધૂંધી ફેલાય હતી. પોલીસ અને એફબીઆઇ એક્શનમા આવી ગયા. તે જ સમયે સરકારે વિમાનમા હાજર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કૂપરની તમામ માંગણીઓ પૂરી કરવા માટે સંમત થયા હતા.

પરંતુ એફબીઆઇએ કૂપરને આપવાના પૈસાની નોટોના નંબરને નોટ કરીલીધા હતા જેથી કૂપરને પકડી શકાય. આ પછી કૂપરનુ વાસ્તવિક મિશન શરૂ થયુ. તેણે વિમાનચાલકને વિમાનને મેક્સિકો લઈ જવા કહ્યુ. બીજી તરફ અમેરિકન એરફોર્સે વિમાનની પાછળ પોતાના બે વિમાન મૂક્યા જેથી કૂપરને પકડી શકાય.

તે જ સમયે કૂપરે તમામ પાઇલટ્સને રૂમમા જવા કહ્યુ અને બધાને અંદરથી દરવાજો બંધ રાખવાની સૂચના આપી. તે જ સમયે પાયલટ ને વિમાનના હવાના દબાણમા તફાવત લાગ્યો પછી તે બહાર ગયો અને જોયુ તો વિમાનનો દરવાજો ખુલ્લો હતો. પાયલોટે તુરંત જ દરવાજો બંધ કરી દીધો અને વિમાનમા કૂપરને ચારે બાજુ ગોતવામા આવ્યો પણ તે મળ્યો ન હતો. તે જ સમયે જ્યારે વિમાન એરપોર્ટ પર ઉતાર્યું ત્યારે વિમાનને ચારે બાજુથી ઘેરી લેવામા આવ્યુ હતુ જેથી કૂપરને પકડી શકાય. પરંતુ તે આજદિન સુધી મળી શક્યો ન હતો કારણ કે તે પહેલેથી જ આકાશમાંથી કૂદી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments