દેશમાં ઘણી જગ્યાએ આશ્ચર્યજનક ગુફાઓ છે, પરંતુ આમાંથી કેટલીક ગુફાઓ એવી પણ છે જ્યાં, હિન્દુ ધર્મની ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. તેમાંથી અમરનાથની ગુફા અને પાતાલ ભુવનેશ્વરની ગુફા મુખ્ય છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં બીજી એક આશ્ચર્યજનક ગુફા મળી આવી છે, જેને જોઈને બધા લોકો આશ્ચર્યજનક થઇ ગયા છે.
ઉત્તરાખંડના પિથોરાગઢના કનાલીછીના ડેવલપમેન્ટ બ્લોકના ખનપર ગામમાં મંદિરના નવીનીકરણ દરમિયાન કરવામાં આવતા ખોદકામમાં એક રહસ્યમય ગુફા મળી આવી છે. આ ગુફા 15 મીટર લાંબી અને 10 મીટર પહોળી છે. આવી સ્થિતિમાં, જ્યારે અહીં કામ કરતા લોકોએ ગુફાને અંદરથી જોય એટલે ત્યાં ભગવાન શંકર પોતે શિવલિંગના સ્વરૂપમાં બિરાજમાન હતા.
આ ગુફાની અંદર, શિવલીંગના આકારનો સફેદ પથ્થર અને જલધારા સહિતની અનેક કલાકૃતિઓ અહીં છે. ગુફાને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવી રહ્યા છે. લોકો હેરાન છે કે, જમીનની અંદરથી આવી કલાકૃતિઓ ક્યાંથી આવી છે.
અહીંના રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ ગુફા પાતાળ ભુવનેશ્વરની ગુફા જેવી જ લાગે છે, એવું લાગે છે કે આ ગુફા પાતાળ ભુવનેશ્વરની જ ગુફા છે. અહીંના લોકોએ પુરાતત્ત્વ વિભાગને ગુફાનો સર્વે કરવા માટે માંગણી કરી છે.
ખનપર ગામની નજીક આવેલી ગુફા માતા વાલીના નામથી પ્રસિદ્ધ મંદિર છે. અહીં ધર્મશાળા અને આંગણું બનાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા અહીં પોકલેન્ડ મશીન દ્વારા ખડક કાપવામાં આવી રહ્યા હતા.
પોકલેન્ડ ઓપરેટરના કહેવા મુજબ, તેણે ટેકરીની અંદર એક નાનકડી ગુફા જોઈ હતી. ત્યારે ત્યાં કામ કરતા બધા લોકો જ્યારે ગુફાની અંદર ગયા ત્યારે ત્યાં એક સફેદ શિવલિંગ હતું, તેના પર ટપકટી પાણીની જલધારા, પાણીનો કુંડ, શંખ અને ડુંગરમાં બનેલી બધી કલાકૃતિઓ જોવા મળી હતી.
એવું કહેવામાં આવે છે કે, ગુફા સુધી પહોંચતા લોકોના ટોળાને ધ્યાનમાં રાખીને, ત્યાં કાર્ય બંધ કરવામાં આવ્યું છે. ગુફાના પ્રવેશદ્વારની ઉંચાઈ લગભગ ચાર ફૂટ અને અંદર સાત ફૂટ છે. ગુફાને જોઈને લોકો અનેક પ્રકારના અનુમાનો કરી રહ્યા છે.
અચાનક મળી આવેલી આ ગુફા વિશે, અલ્મોરા પુરાતત્ત્વવિદ્ સી.સી.ચૌહાણ કહે છે કે, તે એક કુદરતી ગુફા છે. ગુફાની અંદરના બઘી જ કલાકૃતિઓ ચૂનાથી બનેલી છે. આ ગુફા જ્યાં છે તે જગ્યા ટ્રાફિકથી જોડાયેલ છે. આવી સ્થિતિમાં, તે પર્યટનના દૃષ્ટિકોણથી ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.