વ્હેલ માછલી એ વિશ્વની સૌથી મોટા જીવોમાંની એક છે. લોકો સામાન્ય રીતે વ્હેલ માછલી વિશે ઘણી વસ્તુઓ જાણે છે. જેમ કે વ્હેલનુ વજન ખૂબ વધારે છે તે પાણીના મોટા જહાજોને પલટાવી નાખે છે . તમે ઘણી વસ્તુઓ જાણો છો પરંતુ શું તમે જાણો છો કે વ્હેલ પોતાના પેટમાંથી એક વસ્તુ એવી બહાર કાઢે છે જેની કિંમત કરોડો મા છે. ચાલો તમને તે વસ્તુ વિશે જણાવીએ.
ખરેખર વ્હેલ માછલીના આંતરડામા મીણ જેવું પ્રવાહી હોય છે જ્યારે વ્હેલ ઉલટી કરે છે ત્યારે આ પદાર્થ શરીરમાંથી બહાર આવે છે. આ પદાર્થ સુગંધિત અને ખર્ચાળ છે. આનો ઉપયોગ પરફ્યુમ, સ્પ્રે, સુગંધિત તેલ જેવી ઘણી વસ્તુઓમા થાય છે. આ ઉપરાંત તેની દવાઓ પણ બનાવવામા આવે છે. તે ઘણી રીતે ફાયદાકારક છે. તે જ સમયે તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમા ૨૨ કરોડ રૂપિયા સુધીની છે.
આ પદાર્થના ભાવને કારણે તેના દાણચોરીના કેસોમા પણ વધારો થાયો છે. તાજેતરમા કેટલાક તસ્કરોએ વ્હેલની ઉલટીથી બનેલ ૧૧ કિલોના પથ્થરને લઈને વેચવા માટે મુંબઈ થી થાણે લાવ્યો હતો. જો કે આની જાણ ક્રાઇમ બ્રાંચને થતાં જ તેઓએ તસ્કરોને પકડી પાડ્યા હતા.