સ્પેનના કોસ્ટા ડેલ સોલમા ૧૬ બાળકોને થઈ ખતરનાક બીમારી જેના માટે જવાબદાર છે દુષિત દવા.

ખબર

તબીબી વિજ્ઞાનના ઝડપી વિકાસ સાથે દરરોજ એકથી એક મોટી બીમારીઓ બહાર આવી રહી છે. આવ જ એક સમાચાર પ્રખ્યાત ટેનિસ ખેલાડી રફેલ નડાલના દેશ સ્પેન તરફથી આવી રહ્યો છે, જેના વિશે સાંભળીને તમે ચોકી જશો. દૂષિત દવા પીધા પછી સ્પેનના કોસ્ટા ડેલ સોલમા ૧૬ બાળકોમા ‘વેયરવોલ્ફ સિન્ડ્રોમ’ વિકસિત થયો છે. શરીર ઉપર વરુના શરીર પર હોય તેવા મોટા મોટા વાળ ઉગી આવે છે.

હવે તમે વિચારશો જ કે આ ‘ વેયરવોલ્ફ સિંડ્રોમ ‘ શું છે અને તેના આપણા શરીર પર શું અસર પાડે છે. રામાયણમા જામમંતનુ નામ તમે સાંભળ્યુ જ હશે. રામ-રાવણ યુદ્ધમા જામમંત દ્વારા રામ ભગવાનને મદદ કરવામા આવી હતી. જામમંતના આખા શરીર ઉપર વાળ હતા. સિડ્રોમનો ભોગ બનેલા લોકોના આખા શરીર પર જામમત જેવા મોટા વાળ ઉગે છે. અથવા તમે કહી શકો કે વાળ માણસના શરીર પર વરુની જેવા ઉગે છે.

એસિડ બનતું અટકાવવા અને અપચાની સારવાર માટે દૂષિત દવા આપવામા આવી હતી. એમ કહેવામા આવી રહ્યુ છે કે બગડેલી ઓમેપ્રોઝોલ દવા અસરગ્રસ્ત બાળકોને એસિડ બનતા અટકાવવા અને અપચાની સારવાર માટે આપવામા આવી હતી. સ્પેનિશ એજન્સી ફોર મેડિસીન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સે આના માટે કડક પગલા લીધા છે.

નાના માસૂમ બાળક આ રોગનો ભોગ બન્યા બાદ સ્પેનિશ એજન્સી ફોર મેડિસિન અને હેલ્થ પ્રોડક્ટ્સે આ માટે આરોપી કંપની સામે કડક કાર્યવાહી કરી છે. એજન્સીએ મલાગા સ્થિત કંપનીના અનેક બેચો ઉપર પ્રતિબંધ મૂક્યોછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *