ઇટાલીના લોમ્બાર્ડી પ્રાંત હાજર છે. તેનું નામ મોર્ટેરોન (MORTERONE)છે. છેલ્લા ૮ વર્ષથી અહી ૨૮ લોકો રહેતા હતા. પરંતુ રવિવારે એક બાળકનો જન્મ થયો. બાળકના જન્મ પછી આ ગામની કુલ વસ્તી ૨૯ થઈ ગઈ છે.
વિશ્વના ઘણા એવા દેશો છે જ્યાં વસ્તી અટકવાનુ નામ નથી લઈ રહી.એક એવુ ગામ પણ છે જ્યાં છેલ્લા ૮ વર્ષથી વસ્તી ૨૮ હતી. પરંતુ તાજેતરમા અહીંની વસ્તીમા વધારો થયો છે. ખરેખર આ ગામમા થોડા દિવસો પહેલા જ એક છોકરાનો જન્મ થયો હતો. તેના જન્મ પછી અહીંની વસ્તી ૨૮ થી વધીને ૨૯ થઈ ગઈ છે.
બાળકના જન્મથી આખા ગામમા તહેવાર જેવુ વાતાવરણ હતુ. ગામના લોકોએ મળીને બાળકનુ નામ ડેનિસ રાખ્યુ છે. એટલુ જ નહી ડેનિસના માતા-પિતાએ ગામની પરંપરાને અનુસરીને ડેનિસના માતા-પિતાએ ઘરના દરવાજા ઉપર વાદળી રંગની રિબન કાપી હતી.
ચાલો તમને જણાવી દઈએ કે આ ગામની આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે. પરંપરા મુજબ દીકરાના જન્મ ઉપર ઉપર વાદળી રંગની રિબન અને પુત્રીના જન્મ ઉપર ગુલાબી રંગની રિબીન કાપવામા આવે છે. બાળકના જન્મ પછી બાળકના માતા-પિતા રિબન કાપ્યા પછી જ ઘરમા પ્રવેશ કરે છે.
ડેનિસની માતા સારા (કોરીઅરી ડેલા સેરા) એ મીડિયાના ઇન્ટરવ્યુમા જણાવ્યુ હતુ કે કોરોનાના સમય દરમિયાન ગર્ભવતી થવુ સરળ નહોતુ. આ સમયે ન તો તમે ક્યાંય નીકળી શકો છો અને ન તો તમારા પ્રિયજનોને મળી શકો છો. તેમણે કહ્યુ કે રોગચાળો આખા દેશમા ફેલાયો છે આવી સ્થિતિમા હોસ્પિટલમા જવાનો ડર હતો. પરંતુ ભગવાન બધાને આશીર્વાદ આપે છે. ડેનિસના આગમનથી આખા ગામના લોકો ખુશ છે. સારાએ કહ્યુ હતુ કે ડેનીસ પહેલા વર્ષ ૨૦૧૨ મા ગામની અંદર છોકરીનો જન્મ થયો હતો.