દુનિયામાં આવી ઘણી વિચિત્ર હોટલો છે. જ્યાં, કેટલાક લોકો જેલ જેવી હોટલમાં અને પાણીની નીચે બનાવેલી હોટલમાં પણ ખાવા જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી વિચિત્ર હોટલ વિશે જણાવીશું, જ્યાં ખોરાકનો ઓર્ડર બોલીને નહિ પરંતુ ઈશારાથી આપવામાં આવે છે.
આ વિચિત્ર હોટલ ચીનના ‘ગ્વાગ્ઝુમાં’ આવેલી છે, જેને ‘સાઈલેટ કેફે’ ના નામથી ઓળખવામાં આવે છે. વિશ્વની પ્રખીયાત ‘ફૂડ ચેન કંપની’ સ્ટારબક્સ આ હોટલ ચલાવે છે. આ હોટલની વિશેષતા એ છે કે અહીં આવતા ગ્રાહકોએ બોલ્યા વગર પોતાનો ઓર્ડર આપવો પડે છે. તમે જે પણ ઓર્ડર આપવા માંગો છો, તે તમારા હાથના ઇશારાથી આપવો પડે છે.
અહી એક સુવિધા એવી પણ છે કે જો ગ્રાહક કર્મચારીઓને ખોરાકનો ઓર્ડર આપવા માટે ઈશારામાં સમજાવી ન શકે, તો તેને એક નોટપેડ પર લખીને આપી શકે છે. આ હોટલમાં ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે ડિજિટલ સંપર્કની પણ વ્યવસ્થા કરી છે. આટલું જ નહીં, હોટલની દિવાલો પર સાંકેતિક ભાષાના ચિન્હો પણ બનાવવામાં આવ્યાં છે, જેથી તેનો અર્થ સરળતાથી સમજી શકાય. હકીકતમાં, આ હોટલને ખોલવાનું લક્ષ્ય ગ્રાહકોને બહેરા વ્યક્તિઓની ભાષાને સમજવા માટે પ્રેરિત કરે છે.
સ્ટારબક્સે તેમની હોટલમાં એવી વ્યવસ્થા કરી છે કે જેથી બહેરા લોકોને ભવિષ્યમાં વધુ કામ મળે. આ હોટલમાં ઘણા એવા કર્મચારીઓ પણ કામ કરે છે જે સાંભળી શકતા નથી.
સ્ટારબક્સ કંપની પહેલાં પણ વિશ્વમાં આવી ઘણી હોટલો ખોલી હતી. મલેશિયા અને અમેરિકાના ‘વોશિંગ્ટન ડીસી’ માં પણ સાયલેટ કાફે અસ્તિત્વમાં છે અને આ હોટલોમાં પણ ઇશારાથી જ ર્આડર આપવામાં આવે છે.