Homeજાણવા જેવુંવિશ્વના આ 5 અદ્દભુત સ્થાળો, જેની મુલાકાત લીધા બાદ તમે સાત અજાયબીઓને...

વિશ્વના આ 5 અદ્દભુત સ્થાળો, જેની મુલાકાત લીધા બાદ તમે સાત અજાયબીઓને પણ ભૂલી જશો…

તમે વિશ્વની સાત અજાયબીઓ વિશે તો જાણતા જ હશો અને આમાંના ઘણી અજાયબીઓ તમે જોઈ પણ હશે. પરંતુ આ સિવાય દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જે ખૂબ જ સુંદર અને આશ્ચર્યજનક છે. આજે અમે તમને એવા જ પાંચ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની સુંદરતા એવી છે કે, અહીં આવ્યા પછી તમે કદાચ દુનિયાની સાત અજાયબીઓને પણ ભૂલી જશો. તમે આ સ્થળો વિશે કદાચ સાંભળ્યું પણ નહીં હોય.

‘અબુધાબી’નો રેતાળ સમુદ્ર, જેને વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તે સાઉદી અરેબિયાથી લઈને યમન, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાત સુધી વિસ્તરિત છે. ઘણા લોકો આ જગ્યાને જોઈને વિચારીમાં પડી જાય છે કે, પૃથ્વી પર આવી પણ જગ્યા આવેલી છે.

પાકિસ્તાનની ‘કલશ ખીણ’ દુનિયાની એક સુંદર અને અજાયબીથી ભરેલી જગ્યાઓમાંની એક છે, એવું કહેવામાં આવે છે કે, તે પાકિસ્તાનની રહસ્યમય ખીણ છે. હિન્દુકુશ પર્વતમાળાઓની વચ્ચે આવેલી આ ખીણનો કુદરતી દ્રષ્ટિકોણ લોકોને આકર્ષિત કરે છે.

કોલમ્બિયનના આઇપિયાલેસ શહેરમાં એક ચર્ચ આવેલું છે. તેને દૂરથી જોતાં એવું લાગે છે કે, જાણે તેને ઉઠાવીને જંગલોની વચ્ચે મૂકવામાં આવ્યું હોય. તેનું નામ ‘લાસ લજાસ’ છે. આ કૈથેડ્રલની 100 મીટર નીચે એક નદી વહે છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.

અમેરિકાના સૌથી મોટા તળાવમાં સ્થિત ‘એપોસ્ટલ આઇલેન્ડ’ જેને ‘જ્વેલ્સ ઓફ લેક સુપીરીયર’ પણ કહેવામાં આવે છે. અહીં, કિનારા પર બનેલો રેતાળ ખડકોનો નજારો દેખાય છે. આ ખડકોની ઉપર છોડની અનેક જાતો જોવા મળે છે.

‘જેરીકોઆકોરા’, જે બ્રાઝીલનું એક નાનકડું ગામ છે. ફોર્ટાલિઝાથી 300 કિમી પશ્ચિમમાં સ્થિત, આ સ્થાન પરની રેતીની ટેકરીઓ એટલી ખૂબ સુંદર છે કે, લોકો તેને જોવા માટે દૂર-દૂરથી આવે છે. આ સ્થાન પર્યાવરણને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments