તમે ખાડાટેકરા અને વળાંક વાળામાર્ગો વિશે સાંભળ્યુ જ હશે. બધાએ આવા માર્ગો પર કાળજીપૂર્વક ચાલવુ પડે છે. બેદરકારીને કારણે કોઈ મોટો અકસ્માત થવાનો ભય રહે છે. આજે અમે તમને વિશ્વનાસૌથી ખતરનાક રસ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યા ચાલવુ દરેકના બસની વાત નથી. નબળા હૃદયવાળા લોકો તેમની મુલાકાત લેવાનુ વિચારી પણ શકતા નથી. આ માર્ગો પર હંમેશા મૃત્યુનું જોખમ રહેલુ હોય છે. આ કારણ છે કે આ ખતરનાક અને ડરામણા માર્ગો પર ચાલતા લોકો કંપી ઉઠે છે.
૧) એલ કેમિનીટો ડેલ રે, સ્પેન :- સર્વ પ્રથમ સ્પેનના દક્ષિણ ક્ષેત્ર તરફ જવાના માર્ગ વિશેની વાત કરી. આ રસ્તો ૧૧૦ વર્ષ જૂનો છે. આ રસ્તાઓને ” એલ કેમિનીટો ડેલ રે ” માર્ગ તરીકે ઓળખવામા આવે છે. તે વિશ્વના સૌથી જોખમી માર્ગોમાથી એક ગણાય છે. તેને ” કિંગ્સ પાથ ” તરીકે પણ ઓળખવામા આવે છે. તે વર્ષ ૧૯૦૫ મા બનાવવામા આવ્યુ હતુ. આ ખતરનાક માર્ગ જળ વિદ્યુત પ્લાન્ટમા કામ કરતા મજૂરો માટે બનાવવામા આવ્યો હતો.
૨) ક્લિફ પાથ, ચીન :– બીજા નંબરે આવે છે પશ્ચિમ ચીનના ગુલુકન ગામનો રસ્તો. આ રસ્તાઓ પર થઈને બાળકો શાળાએ ભણવા જાય છે. એવુ કહેવામા આવી રહ્યુ છે કે આ ૫૦૦૦ ફૂટ લાંબો રસ્તો ખડક પર બનાવવામા આવ્યો છે, જેને ” ક્લિફ પાથ ” તરીકે ઓળખવામા આવે છે. ચાઇનાનો હ્યુશાન ક્લિફસાઇડ પાથ હુશાન યલો નદીના બેસિન પાસે ઓર્ડોસ લૂપ વિભાગના દક્ષિણ-પશ્ચિમમા શાંક્સી પ્રાંતના ક્વિલિંગ પર્વતની પૂર્વ છેડે સ્થિત છે. એવુ કહેવામા આવે છે કે ઉપરથી નીચે પડીને બે લોકોના મોત નીપજ્યા છે.
૩) હુઆ શાન યુ, હુશાન :- હુશાનની ઉત્તરી ટોચ પર ૧૬૧૪ મીટરની ઉચાઇ પર બે પગપાળા રસ્તા બનાવવામા આવ્યા છે. તે ‘હુઆ શાન યુ’ તરીકે ઓળખાય છે. પ્રવાસીઓ આ માર્ગ જોવા માટે અહી આવે છે. સરકારે અહીં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, પરંતુ આમ હોવા છતા દર વર્ષે કેટલાક અકસ્માતો થાય છે.
૪) ચીનના હુનાન પ્રાંતના યુયઆંગમા ચીનના સ્પાઇડર મેનની અમેઝિંગ આર્મીએ પોતાના જીવના જોખમે ૩૦૦ મીટરની ઉચાઈએ રસ્તો બનાવ્યો છે. આ રસ્તા પર જવા માટે વ્યક્તિને મજબુત જીગરની જરૂર પડે છે. આ જોખમી રસ્તો જોઇને લોકોનો શ્વાસ અટકી જાય છે.