ફોર્બ્સના જણાવ્યા અનુસાર, હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એમેઝોનના સ્થાપક “જેફ બેરોઝ” છે. તેની પાસે 175 અબજ ડોલરની સંપત્તિ છે. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિની યાદીમાં ટોપ 5 માં એક પણ ભારતીય નથી. જોકે ભારતના મુકેશ અંબાણી છઠા સ્થાન પર છે. પરંતુ આજે જે વ્યક્તિ વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેની જેટલા ધનવાન વ્યક્તિ આજે આખા વિશ્વમાં કોઈ નથી. આ વ્યક્તિ એટલો ધનિક હતો કે એક દિવસમાં તે અંબાણીની કુલ સંપત્તિ કરતા વધારે પૈસાનું દાન કરતો હતો. ચાલો આજે તમને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ વિશે જણાવીએ…
ઇતિહાસના વિશ્વના સૌથી ધનિક રાજા “મનસા મૂસા” હતા. તેને વિશ્વના સૌથી ધનિક અને ઉદાર રાજા માનવામાં આવતા હતા. રાજા મનસા મુસાનો જન્મ 1280 માં એક રાજવી પરિવારમાં થયો હતો. જો કે રાજા મૂસા નાના હતા, પરંતુ જ્યારે તેના મોટા ભાઈ એક અભિયાનમાંથી પાછા ન આવી શક્યા, તેથી રાજા મૂસાને સામ્રાજ્ય આપવામાં આવ્યું હતું.
રાજા મૂસા માલી દેશના રાજા હતા. તે સમયે માલી સોના અને અન્ય કિંમતી ચીજો માટેનું એક મોટું વેપારી કેન્દ્ર હતું. આનાથી માલી દેશને મોટો ફાયદો થતો હતો. તે સમયે વિશ્વનું અડધૂ સોનુ માલી દેશ પાસે હતું.
રાજા મૂસા ઉદાર હતા તેથી લોકોને ખુબ જ સોનાનું વિતરણ કરતા હતા. રાજા મૂસા એકવાર હજ યાત્રાએ નીકળ્યા હતા. ત્રણ મહિનાની આ યાત્રામાં, 60 હજાર લોકો સાથે નીકળેલા રાજા મૂસાને આ યાત્રા ખૂબ મોંઘી પડી ગઈ હતી.
એવું કહેવામાં આવે છે કે, રાજાએ આ પ્રવાસ દરમિયાન રસ્તામાં લોકોને સોનાનું ખુબ જ દાન કર્યું હતું. આનાથી ઇજિપ્તની અર્થવ્યવસ્થા સ્થિર થઈ ગઈ. રાજા મૂસાના આ દાનને કારણે સોનાના ભાવ ખુબ જ ઘટી રહ્યા હતા.
એક અંદાજ મુજબ, આ સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વને લગભગ સો અબજથી વધુ નુકસાન થયું હતું. જ્યારે રાજા મૂસાને આ વાતની ખબર પડી તો, તેણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે તેની પાસેથી સોનું લેવાનું પ્રયાસ કર્યો.
રાજા મૂસા જ આફ્રિકામાં શિક્ષણ શરૂ કરવા માટે જવાબદાર વ્યક્તિ માનવામાં આવે છે. તેમને સાહિત્ય, કલા અને સ્થાપત્યમાં નોંધપાત્ર રસ હતો.
આર્થિક ઇતિહાસકારોના મતે, તેમણે તેમના જીવનમાં એટલા નાણાંનું દાન કર્યું હતું કે તેનાથી ઘણાં લોકોના જીવન પરિવર્તિત થઈ ગયા હતા. જો કે, હજી સુધી એવું જાણવા મળ્યું નથી કે જે તેની મિલકતનો સંપૂર્ણ ખ્યાલ આપી શકે.