આપણે આપણા ઘરોમા કુતરાઓ પાળીએ છીએ કારણ કે તે ખૂબ જ સુંદર છે, પરંતુ ઘણા જીવો એટલા ખતરનાક છે કે તેઓ દૂર હોય તો પણ તેનુ નામ સાંભળીને ડર લાગે છે . દુનિયાભરમા ૨૫૦૦ થી ૩૦૦૦ જાતિના સાપ જોવા મળે છે, પરંતુ તેમાંના કેટલાક ખુબ ઝેરી સાપ છે. તો ચાલો જાણીએ એવા ઝેરી સાપ વિષે કે જે માનવજાતિ માટે ખુબજ નુકશાનકારક છે.
આ સૂચિમા સૌથી પહેલુ નામ છે દક્ષીણ-પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામા જોવા મળે છે. તેઓને વિશ્વનો સૌથી ઝેરી સાપ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે આ સાપના ઝેરના થોડા મિલિગ્રામ ટીપા ૧ હજાર માનવોને મારી શકે છે.
બીજો સાપ ઇનલેન્ડ તાઈપન છે જે જમીન પર રહેતો સાપ છે. તે ખૂબ ઝેરી છે એક ડંખમા ૧૦૦ મિલિગ્રામ ઝેર હોય છે. આ ઝેર એક ઝાટકે ૧૦૦ માણસોને મારી શકે છે. આને આમ પણ સમજી શકાય છે કે તેનુ ઝેર કોબ્રા સાપ કરતા ૫૦ ગણુ વધુ ખતરનાક છે.
ત્રીજો સાપ ઇસ્ટન બ્રાઉન સાપ છે જે ઓસ્ટ્રેલિયામા જોવા મળે છે. તે ખૂબ જ ઝેરી છે. એવુ કહેવામા આવે છે કે માણસના મૃત્યુ માટે તેના ઝેરનો માત્ર ૧૪,૦૦૦ મો ભાગ પૂરતો છે.
ચોથો સાપ ફિલિપિનો કોબ્રા છે જે બાકીના કોબ્રા સાપ કરતા વધુ ઝેરી અને ખતરનાક છે. આ સાપની સૌથી મોટી વિશેષતા એ છે કે શિકારને ડંખ મારવાને બદલે તેના ઉપર દૂરથી ઝેર ફેંકી દે છે. તેનુ ઝેર ન્યુરો ટોક્સિક હોય છે જે શ્વાસ અને હૃદય પર સીધી અસર કરે છે.
બ્લેક માંબા સાપની ઝેરી સૂચિમા પાંચમા ક્રમે આવે છે. તે આફ્રિકામાં જોવા મળે છે અને તે પૃથ્વી પર સૌથી ઝડપથી ચાલતો સાપ છે. તે કલાકના ૨૦ કિલોમીટરની ઝડપે પોતાના શિકારનો પીછો કરી શકે છે. જો કે બ્લેક માંબાના માત્રએક મિલિગ્રામ ઝેર માણસને મારવા માટે પૂરતુ છે.
પરંતુ જ્યારે કોઈ સાપ કોઈ પર હુમલો કરે છે ત્યારે તેને સતત ૧૦ થી ૧૨ વખત કરડે છે અને તે શિકારના શરીરમા ૪૦૦ મિલિગ્રામ ઝેટલુ ઝેર મુક્ત કરે છે.