પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે અને બધા માણસોની ટેવ એવી હોય છે કે પાડોશીના ઘરનુ નિરીક્ષણ કરવુ. ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈક આવુ જ જોવા મળે છે અને આ જ કારણ છે કે બંને દેશો એક બીજામા ખૂબ રસ લે છે. હવે જો પાકિસ્તાનમા કોઈ આશ્ચર્યજનક જગ્યા હોય અને તેના વિષે ખબર ન હોય તેવુ મુમકીન નથી. અહી એક એવો કિલ્લો છે જે વિશ્વનો સૌથી મોટો કિલ્લો તરીકે ઓળખાય છે. આ કિલ્લો પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશોરોમા કીથ્રર રેન્જના લક્કી પહાડ પર છે.
આ કિલ્લાને રાણીકોટનો કિલ્લો કહેવામા આવે છે. ઘણા લોકો તેમને ‘સિંધની દિવાલ’ પણ કહે છે. આ કિલ્લો ૩૨ કિલોમીટરના અંતરે ફેલાયેલો છે. આ કિલ્લાની દિવાલની તુલના ચીનની દિવાલ સાથે કરવામા આવે છે જેની લંબાઈ ૬૪૦૦ કિલોમીટર છે.
૨૦ મી સદીની શરૂઆતમા આ કિલ્લો બનાવવામા આવ્યો હોવાનો અંદાજ લગાવામા આવે છે. કેટલાક કહે છે કે આ કિલ્લો ઈ.સ ૮૩૬ મા સિંધના રાજ્યપાલ રહેલા પર્સિયન નોબલ ઇમરાન બિન મુસા બર્મકી દ્વારા બનાવવામા આવ્યો હતો. જોકે તેના નિર્માણના સમયગાળા વિશે કંઇ કહી શકાય નહી.
પાકિસ્તાનમાં સ્થિત આ કિલ્લાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની અસ્થાયી સૂચિમા શામેલ કરવામા આવ્યો છે. ૧૯૯૩ મા યુનેસ્કો માટેના પાકિસ્તાનના રાષ્ટ્રીય આયોગ દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામા આવ્યો હતો.
કિલ્લામાં ચાર મુખ્ય દરવાજા છે. જે સેન ગેટ, અમરી ગેટ, શાહ-પેરિ ગેટ અને મોહન ગેટ તરીકે ઓળખાય છે. આ કિલ્લાની અંદર એક નાનો કિલ્લો પણ છે જેને ‘મીરી કિલ્લો’ કહેવામા છે. મીરી ફોર્ટ સેન ગેટથી લગભગ ત્રણ કિલોમીટર દૂર સ્થિત છે.