જાણો વિશ્વના સૌથી મોટા શિવ મંદિર વિશે, જ્યાં આપ્યો હતો શિવજીએ બ્રહ્માને શ્રાપ.

354

તમિળનાડુના તિરુવનમલાઈ જિલ્લામાં ભગવાન શિવનું એક અનોખું મંદિર છે. અત્રામલાઈ પર્વતોની તળેટીમાં સ્થિત આ મંદિરને અનામલાર અથવા અરુણાચલેશ્વર શિવ મંદિર કહેવામાં આવે છે. પૂનમના દિવસે અહીં ભક્તોની મોટી ભીડ હોય છે. ખાસ કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસ પર એક વિશાળ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. અત્રામલાઈ પર્વતની 14 કિલોમીટરની પરિક્રમા કર્યા પછી ભક્તો અહીં શિવજીના પાસે માનતાઓ માનવ માટે આવે છે. એવું માનવામાં આવે છે કે આ વિશ્વનું સૌથી મોટું શિવનું મંદિર છે. શ્રાવણ મહિના (સાવન માસ)માં લાખો ભક્તો આ મંદિરની મુલાકાત લે છે.

મંદિરની કથા
એકવાર બ્રહ્માજીએ હંસનું રૂપ લીધું અને ભગવાનનું શીષ જોવા માટે ઉડાન ભરી હતી. તે શિવજીનું શિષ જોવામાં અસમર્થ રહ્યા,એટલે બ્રહ્માજીએ શિવજીના મુંગટ પરથી પડી ગયેલા કેવડાના ફૂલને શિખર વિશે પૂછ્યું. ફૂલે કહ્યું કે તે ચાલીસ હજાર વર્ષથી નીચે પડ્યું છે. બ્રહ્માજીને લાગ્યું કે તેઓ ક્યારેય શિખર પર પહોંચશે નહીં, તેથી બ્રહ્માજીએ કેવડાંના ફૂલને ખોટું બોલવાનું કીધું કે, બ્રહ્માએ શિવની ટોચ જોઈ છે. શિવજી આ કપટ પર ગુસ્સે થયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે પૃથ્વી પર તેમનું કોઈ મંદિર નિર્માણ નહીં થાય. તે જ સમયે, કેવડાના ફૂલને પણ શાપ આપ્યો કે તેનો ઉપયોગ શિવ પૂજામાં ક્યારેય થશે નહીં. ભગવાન શિવે બ્રહ્માજીને જ્યાં શ્રાપ આપ્યો હતો તે સ્થાન છે આ મંદિર તિરુવનમલાઈ.

તેજ રીતે, અરુણાચલેશ્વરનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર પર્વતની તળેટીમાં છે. ખરેખર અત્રામલાઈ પર્વત જ શિવનું પ્રતીક છે. આ પર્વતની ઉંચાઈ 2668 ફૂટ છે. આ પર્વત અગ્નિનું પ્રતીક છે. તિરુવનમલાઈ શહેરમાં આઠ શિવલિંગો છે- ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુથી, વરુણ, વાયુ, કુબેર, ઇશાન લિંગમ આઠ દિશામાં સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે દરેક લિંગમના જુદા-જુદા ફાયદાઓ છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે આ મંદિરમાં એક ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. તેને ‘કાર્તિક દીપમ’ કહે છે. આ પ્રસંગે, એક વિશાળ દીવો પ્રગટાવવામાં આવે છે. દરેક પૂનમે પ્રદિક્ષણા કરવાનો નિયમ છે, જેને ‘ગિરિવલામ’ કહેવામાં આવે છે. મંદિર સવારે 5.30 વાગ્યે ખુલે છે અને રાત્રે 9 વાગ્યે બંધ થાય છે. નિયમિત અન્નદાન પણ મંદિરમાં ચાલે છે.

ચેન્નઈથી તિરુવન્નામલાઈનું અંતર 200 કિ.મી છે. ચેન્નઈથી બસમાં પણ પહોંચી શકાય છે. ટ્રેનમાં જવા માટે કોઈ ચેન્નાઈથી વેલોર અથવા ચેન્નઈથી વિલ્લપુરમ થઈ શકે છે. તમે વિલ્લપુરમ અથવા વેલોરમાં પણ રહી શકો છો અને તિરુવનમલાઇ મંદિરની મુલાકાત માટે પાછા આવી શકો છો.

Previous articleનાડાછડી બાંધવાથી થાય છે અનેક ફાયદા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ પણ થાય છે પ્રાપ્ત…
Next articleએક વાર જરૂર વાંચો માતા દુર્ગાના મહિમાની આ પાવન લોકકથા…