વિશ્વની સૌથી મોઘી દ્રાક્ષ કે જેની એક લુમની કીમત સાંભળીને તમને નવાઈ લાગશે.

અજબ-ગજબ

શું તમે ક્યારેય લાલ દ્રાક્ષ ખાધી છે ? તમને એમ થશે કે લાલ દ્રાક્ષ થોડી હોય અને એ પણ ખાવામાં ઉપયોગ થાય છે? દ્રાક્ષ લીલી કે કાળી હોય એ તમે જોઈ હશે. પરંતુ લાલ દ્રાક્ષ પણ હોય છે. જો કે, તે ભારતમાં સરળતાથી જોવા મળતી નથી. તેની એક લૂમની કિંમત તમને આશ્ચર્યચકિત કરી મુકશે.

૭.૫ લાખ રૂપિયામાં વેચાય છે દ્રાક્ષનો એક ઝૂમખો. રૂબી રોમન દ્રાક્ષને વિશ્વના સૌથી મોંઘા ફળમા સમાવવામા આવેલ છે. જે સ્વાદમા એકદમ મીઠી અને રસદાર હોય છે, પરંતુ આ સહેજ એસિડિક હોય છે. આ દ્રાક્ષ એક સામાન્ય ફળ જ છે. પરંતુ જો દ્રાક્ષનો એક ઝૂમખો ૭.૫ લાખ રૂપિયામા વેચાય છે તો તે ચોક્કસપણે કઈક અલગ હશે. જાપાનમા તે ”અંગુર રૂબી રોમન” તરીકે ઓળખાય છે. તે સ્વાદ મા ખૂબ મીઠી અને રસદાર હોય છે.

હકીકતમા રૂબી રોમનને વિશ્વના સૌથી વૈભવી ફળમા શામેલ કરવામા આવે છે. જાપાનમા ખાસ પ્રસંગોએ અથવા વ્યવસાયમા પ્રમોશન દરમિયાન આ દ્રાક્ષને ભેટ આપવાનો રિવાજ છે. આ દ્રાક્ષને આટલા ઉચા ભાવે વેચણનુ કારણ તેની માંગ વધારે છે. તે જાપાનમા સરળતાથી ઉપલબ્ધ નથી.

છેલ્લી વખતે રૂબી રોમનના ઝૂમખાને જાપાની એક કંપની હાયકુરાકુસો દ્વારા ખરીદવામા આવી હતી. આ ખાસ પ્રજાતિના દ્રાક્ષનું વજન આશરે ૨૦ ગ્રામ છે. તેના ઝુમખામા લગભગ ૨૪ દ્રાક્ષ હોય છે. કારણ કે રૂબી રોમન એકદમ ખર્ચાળ છે તેથી તે ધનિક લોકોના ફળ તરીકે ઓળખાય છે.

દ્રાક્ષની આ વિશેષ પ્રજાતિનો વિકાસ ઇશિકાવા પ્રાંતની સરકારે ૧૨ વર્ષ પહેલાં કર્યો હતો. ગયા વર્ષે દ્રાક્ષ ઉગાડતી ખેતી એજન્સીએ સપ્ટેમ્બર સુધીમાં રૂબી રોમનના ૨૬,૦૦૦ ઝુમખાનો નિકાસ કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *