લોકો હંમેશા વિદેશ જવા માટે તૈયાર હોય છે પરંતુ વિઝા મળે તે જરૂરી છે. આવી સ્થિતિમા લોકો હતાશ થઈ થાય છે. પરંતુ જો તમને ખબર હોય કે તમારે વિઝા સરળતાથી લેવા છે તે માટે તમારે માત્ર હૈદરાબાદ જવુ પડશે. આશ્ચર્ય ન થાવ, તમારે કોઈ સરકારી કચેરીમા જવુ નથી પરંતુ મંદિરમા જવુ પડશે. જ્યાંથી તમે તમારા વિઝા મેળવી શકો છો.
ચિલ્કુર બાલાજી મંદિર હૈદરાબાદથી આશરે ૪૦ કિમી દૂર ઓસમાન તળાવની કાંઠે આવેલું છે. તેને વિઝા વાળુ બાલાજી મંદિર પણ કહેવામા આવે છે. આ મંદિરનુ સ્થાપત્ય જોવા લાયક છે અને તે ૫૦૦ વર્ષ જૂનુ મંદિર છે. અહીંના લોકો વિઝા મળવાની મન્નત માંગે છે અને ઇચ્છા પૂર્ણ થાય ત્યારે ભગવાનના પગમા વિઝા અર્પણ કરે છે.
નિષ્ણાંતોના મતે પ્રાચીન સમયમા ભગવાન વેંકટેશ બાલાજીના ભક્તો અહી રહેતા હતા. પોતાની ભગવાન પ્રત્યેની ભક્તિ જોવા લાયક હતી. આ કારણોસર દર વર્ષે આ ભગવાનના દર્શન કરવા માટે પોતાના ઘરથી દૂર તિરુમલ બાલાજી મંદિરે આવતા હતા. એકવાર તેમના એક ભક્તની તબિયત લથડી. તબિયત એટલી ખરાબ હતી કે તેઓ પોતાના ભગવાનને મળવા માટે મંદિરની યાત્રા કરી શકતા નહોતા.
આવી સ્થિતિમાં ભગવાન બાલાજી સ્વપ્નમા આવ્યા અને કહ્યુ કે હુ તમારી નજીકના જંગલમા રહુ છુ અને તમે મને મળવા માટે આટલા દૂર આવો છો. સવારે જ્યારે ભક્ત ભગવાન દ્વારા જણાવેલા સ્થળે પહોંચ્યા ત્યારે તેણે ત્યા ઉપસેલી જમીન જોઈ હતી. ખોદકામ ત્યા શરૂ કર્યું. આ સમયે ખીલો બાલાજીની મૂર્તિ ઉપર વાગી ગયો અને લોહી વહેવા લાગ્યુ. લોહી વહેતું જોઈને ભક્ત ચિંતિત થઈ ગયો.
તે જ સમયે ત્યા એક આકાશવાણી થઈ અને એવુ કહેવામા આવ્યુ કે દૂધના સ્નાન કર્યા પછી આ જ સ્થળે મૂર્તિ સ્થાપિત કરવી. જેથી ભક્તએ દુધ અભિષેક કર્યો ત્યારે શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિ પણ ત્યા પ્રગટ થઈ. ત્યારબાદથી અહી ત્રણેયની પૂજા-અર્ચના કરવામા આવી રહી છે. અહીં લોકો ૧૧ પરિક્રમા કરીને પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે. પણ જ્યારે ઇચ્છા પૂર્ણ થાય છે ત્યારે તેઓ લગભગ ૧૦૮ વાર પરિક્રમા કરે છે.