શું તમે જાણો છો કે એવું કયુ કામ છે કે જેમાં દુનિયાભરના ૧૧૨ લોકો જોડાયેલા છે અને જેમાં ફક્ત એક જ વ્યક્તિ ભારતનો છે.

જાણવા જેવું

આજે દરેકને નોકરીની ચિંતા છે. જો કોઈને જોઈતી નોકરી નથી મળતી, તો કોઈને નોકરી મળી રહી નથી. આનુ કારણ એ છે કે દરેક ક્ષેત્રની નોકરીમા મોટી સંખ્યામા રહેલા લોકો. આજકાલ નોકરીઓના ક્ષેત્રમા વધારે પડતી ભીડ જોવા મળે છે તે પણ તમે જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે એક એવી નોકરી છે જેમા વિશ્વભરમા ફક્ત ૧૧૨ લોકો જ કામ કરે છે.

હવે તમે આશ્ચર્યચકિત થશો જ કે તે કયું કામ છે જે બહુ ઓછા લોકો કરે છે. તો સાહેબ આ વ્યવસાય જળ પરીક્ષણનો છે. તમને હજી પણ ફૂડ ટેસ્ટિંગ અથવા વાઇન ટેસ્ટિંગ વિશે ખબર હશે પરંતુ હવે વોટર ટેસ્ટિંગનો વ્યવસાય પણ પ્રકાશમા આવ્યો છે.

ધ હિન્દુ બિઝનેસ લાઈનના એક અહેવાલ મુજબ ભારતમા આ વ્યવસાયમા એક જ વ્યક્તિ છે, જેનું નામ ગણેશ અય્યર છે. ગણેશના મતે આવનારા વર્ષોમા આ વ્યવસાયની માંગ વધશે. ગણેશે એમ પણ કહ્યું કે જ્યારે પણ તે લોકોને કહે છે કે તેમનો વ્યવસાય જળ પરીક્ષણ કરવાનો છે તો લોકો ખૂબ હસે છે કારણ કે એક તરફ પીવાના શુદ્ધ પાણીની આવી અછત છે તો બીજી બાજુ હું પાણીનો ટેસ્ટર છુ.

તમને જણાવી દઈએ કે ગણેશને જાતે જ ૨૦૧૦ મા જળ પરીક્ષણના પ્રમાણપત્ર વિશે માહિતી મેળવી હતી. જે પછી તેણે જર્મનીની એક સંસ્થા ડોમેન્સ એકેડમી ઈન ગ્રએફેલફિંગ જર્મનીથી સર્ટિફિકેટ કોર્ષ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *