Homeઅજબ-ગજબઆ એવું ગામ છે જ્યાં શાળાએ જતા બાળકો પોતાની પાસે રાખે છે...

આ એવું ગામ છે જ્યાં શાળાએ જતા બાળકો પોતાની પાસે રાખે છે એવી વસ્તુ કે કોઈ બંદુક પણ તેનો રસ્તો રોકી શકતી નથી.

શાળાએ જતા બાળકો વિવિધ પ્રકારની તૈયારી કરતા હોય છે. જો કોઈ સરસ રીતે પોતાનો ડ્રેસ પહેરે તો બીજો કોઈ પોતાની બેગ તૈયાર કરે કોઈ રંગીન પાણીની બોટલ રાખે અને કોઈ પોતાનો મનપસંદ ખોરાક ટિફિનમા લઈ છે. પરંતુ આજે અમે તમને જે બાળકો વિશે જણાવવા જઈ રહ્યા છે તે આ બધા કારણોસર નહી પરંતુ કોઈ અન્ય કારણોસર ચર્ચામા છે. આ બાળકો શાળાએ જતા વખતે ધનુષ અને તીર સાથે લઈને જાય છે જેથી તેને પણ સમસ્યાનો સામનો કરવો પડે તો તે ઝડપથી તેનો સામનો કરી શકે.

અમે નક્સલવાદી અસરગ્રસ્ત ઝારખંડ વિશે વાત કરી રહ્યા છીએ જ્યા લોકો શિક્ષણ અને લેખન દ્વારા પોતાના બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમા લાવવા માગે છે. પરંતુ અહીંના સક્રિય નક્સલવાદીઓ ઘણીવાર લોકોની આ યોજનાને સફળ થવા ન દેવાનો પ્રયાસ કરે છે.

આવી સ્થિતિમા અહીંના લોકોએ એક અનોખો રસ્તો અપનાવ્યો છે અને તેઓ પોતાના બાળકોને ધનુષ ચલાવતા શીખવી રહ્યા છે. ખરેખર એવા ઘણા ગામો છે જ્યા શાળાની સુવિધા નથી. આવી સ્થિતિમા બાળકોને શાળાએ જવા જંગલ વટાવીને બીજા ગામમા જવુ પડે છે. આ જંગલો પર નક્સલવાદીઓનો કબજો છે. આવી પરિસ્થિતિમા તેઓ શાળાએ જતા સમયે પોતાની સાથે ઘનુષ અને તીર રાખે છે.

સારી વાત એ છે કે નક્સલ પ્રભાવિત વિસ્તારમા હોવા છતા બાળકો પોતાના ભવિષ્યની ચિંતા કરે છે. શાળામા ભણવાની સાથે-સાથે આ બાળકો પોતાના જીવનની સુરક્ષા પણ કરી રહ્યા છે. આ ગામના લોકોનુ કહેવુ છે કે બાળકોને ભણવા માટે જંગલ પાર કરવુ પડે છે.

કારણ કે ગામ અને શાળા જંગલની વચ્ચે છે જે નક્સલવાદીઓથી અસરગ્રસ્ત છે અને આ પહેલા પણ અહી અનેક બનાવ બન્યા છે. આવી સ્થિતિમા બાળકો પોતાની સુરક્ષા માટે ધનુષ અને તીર સાથે લઈને શાળાએ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments