તમને જણાવી દઈએ કે ભારતમા ઘણી એવી જગ્યાઓ છે જ્યા લોકો જવાથી ડરતા હોય છે.આવા સ્થાનો સાથે વાર્તા જોડાયેલી હોય છે કે અથવા કોઈ શ્રાપ જોડાયેલ હોય છે. આવી સ્થિતિમા આજે અમે તમને ભારતના એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમને અહી જવાનુ મન નહિ થાય.આ ગામ રાજસ્થાનના ચુરુમા સ્થિત છે જેની સાથેએક વાર્તા જોડાયેલ છે. આ કથાની અસર આજે પણ આ ગામમા જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે આ રાજસ્થાનના ચુરુમા સ્થિત ઉડસર ગામ છે જ્યા તમને કોઈ પણ મકાનમા બે માળ જોવા નહી મળે. આ વસ્તુ થોડી વિચિત્ર લાગે છે પરંતુ તે એકદમ સાચી છે અને છેલ્લા ૭૦૦ વર્ષથી આ ગામમા કોઈ પણ મકાનમા બે માળ નથી. ખરેખર આ બનવા પાછળ એક મોટુ કારણ છે. આ ગામના લોકો તેને શ્રાપનુ પરિણામ માને છે અને આને કારણે અહી કોઈ પણ મકાનમા બે માળ નથી.
મળતી માહિતી મુજબ ભોમિયા નામનો વ્યક્તિ આ ગામમા ૭૦૦ વર્ષ પહેલા રહેતો હતો. એકવાર ચોરોએ અહીં પ્રવેશ કર્યો અને તેઓએ ગામના પ્રાણીઓની ચોરી કરવાનુ શરૂ કરી દીધુ આથી ગુસ્સે ભરાયેલ આ ભોમીયા નામના વ્યક્તિએ ચોરો સાથે લડવા લાગ્યો.
આ પછી ચોરોએ ભોમિયાને સખત માર માર્યો હતો જેના કારણે તે ઘાયલ થઈ ગયો હતો અને ત્યાંથી ભાગતા ભાગતા તેના સાસરિયામા ભાગી ગયો હતો અને ત્યા બીજા માળે છુપાય ગયો હતો. આ પછી જ્યારે ચોરોએ ઘરના સાથીઓને માર મારવાનુ શરૂ કર્યું ત્યારે તેઓએ ભોમિયો ક્યા છુપાયેલ છે તેની માહિતી આપી દીધી.
ત્યારબાદ ચોરોએ તેનુ માથુ કાપી નાખ્યુ પરંતુ ભોમિયાએ માથાને હાથમા રાખીને લડતો રહ્યો અને લડતા તે તેના ગામની સીમ નજીક પહોંચ્યો. અહી તેનુ અવસાન થયુ અને તેનુ ધડ ઉડસર ગામમા પડયુ. આ પછી ભોમયાની પત્નીએ ગામમા શ્રાપ આપ્યો હતો કે આજથી કોઈ ઘરે બીજો માળ બનાવશે નહી અને આ પછી તે સતી બની ગઈ. તે દિવસથી આજદિન સુધી આ ગામના મકાનોમા બીજો માળ નથી.