વિચિત્ર મામલો: વર્ષો પહેલા આવેલા જળહોનારતમાં વહી ગઈ હતી પત્ની, આજે પણ દરિયામાં શોધી રહ્યાં છે પતિ

0
292

જાપાનમાં એક 64 વર્ષીય વ્યક્તિ છેલ્લા 10 વર્ષોથી સમુદ્રમાં પોતાની પત્નીને શોધી રહી છે. વર્ષ 2011માં જાપાનમાં આવેલા જળહોનારતમાં યાસુઓ તાકામાત્સુની પત્ની યુકો ગુમ થઈ હતી. તે જ સમયથી યાસુઓ પોતાની પત્નીને ગોતી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે યાસુઓ પોતાની પત્નીને શોધવા માટે અંડરવોટર ડાઈવિંગ પણ શીખી ચુક્યાં છે. ગત સાત વર્ષોથી યાસુઓ અંડરવોટર ડાઈવ કરી રહ્યાં છે, જેથી તે પોતાની પત્નીથી જોડાયેલી કોઈપણ વસ્તુને શોધવામાં સફળતા મેળવી શકે.

यासुओ ताकामात्सु

જણાવી દઈએ કે જાપાન પ્રશાસન પણ છેલ્લા કેટલાક વર્ષોથી દોઢ હજાર લોકોના લાપતાના કારણ અંડરવોટર સર્ચ અભિયાન ચલાવી રહ્યું છે. યાસુઓ તાકામાત્સુ અંગત રીતે અંડરવોટર ડાઈવ તો કરે જ છે, સાથે જ સ્થાનીક પ્રશાસનનો સંપર્ક કરીને દર મહિને તેની સાથે પણ અભિયાન માટે જોડાય છે. આટલા વર્ષોથી સમુદ્રમાં અંડરવોટર ડાઈવિંગ કરી રહેલા યાસુઓને કપડા જેવી ઘણી વસ્તુ મળી ચુકી છે, પરંતુ આ બધી વસ્તુ અન્ય લોકોની છે. તેને પોતાની પત્નીથી જોડાયેલી કોઈ વસ્તુ અત્યાસ સુધી નથી મળી શકી.

યાસુઓ તાકામાત્સુની પત્ની બેંકમાં કામ કરતી હતી. સુનામી દરમિયાન યાસુઓ પોતાની પત્નીને લઈને એટલા ચિંતત નહતાં, કારણ કે તેની પત્ની જ્યાં કામ કરતી હતી, તે એક પર્વતના પાછળ હતી. બેંકના સ્ટાફે તૂફાનને જોઈ બેંકે કર્મચારીઓને બીજી જગ્યા પર સ્થળાંતર કરી દીધી હતા, પરંતુ જળહોનારતની તીવ્રતા વધવા સાથે જ બેંકના અનેક કર્મચારી પણ ડૂબી ગયાં હતાં.

प्रतीकात्मक तस्वीर

ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 133 ફૂટ લાંબી લહેરોએ જાપાનના ઉત્તરપૂર્વી કોસ્ટને ડગમગાવી નાંખ્યો હતો. ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાંટને પણ આ સુનામીએ ઘણું નુકસાન પહોચાડ્યું હતું. યૂક્રેનના ચેરનોબિલ પછી તેને સૌથી ખતરનાક ન્યૂક્લિયર તબાહી માનવામાં આવે છે. જાપાનમાં આવેલા આ જળહોનારતના કારણે 15 હજાર લોકો મૃત્યું પામ્યાં હતાં અને લગભગ 2 લાખ 30 હજાર લોકોએ પોતાનો જીવ બચાવવા પોતાનું ઘર છોડવું પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here