જે પુરુષોમાં હોય છે આવા ગુણ, છોકરીઓ ઝડપથી થાય છે તેની તરફ આકર્ષિત, અને આપી બેસે છે તેનું દિલ…

0
241

દરેક વ્યક્તિ જાણે છે કે પુરુષો અને સ્ત્રીઓ એક બીજા તરફ આકર્ષાય છે, પરંતુ આ પાછળનું કારણ શું છે, તે વિશેની સચોટ માહિતી આજદિન સુધી મળી નથી. તે શોધવા માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે. ઘણા બધા અભ્યાસ થયા છે. ઉપરાંત, ઘણા પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. આ બધાથી જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ વિશે પુરુષો કઈ વસ્તુઓ પસંદ કરે છે.

2010 માં, એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ તેમના કરતા મોટી ઉમરના પુરુષો પ્રત્યે વધારે આકર્ષાય છે. યુકેના ડુન્ડી યુનિવર્સિટીના એક જાણીતા લેખક અને પ્રોફેસર ફહિના મૂરે કહે છે કે જે મહિલાઓ કામ કરે છે તેઓ માં આ પ્રકારનું વલણ વધારે હોય છે.

તેઓ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. આવી સ્થિતિમાં, તે પોતાના દ્વારા વિચાર્યા પછી પોતાના જીવનસાથીની પસંદગી કરે છે. તે પોતાના માટે તેનાથી મોટી ઉંમરના જીવનસાથીને પસંદ કરે છે.

વખાણ કરવાવાળા
જે પુરુષ સ્ત્રીઓના વખાણ કરે છે તે સ્ત્રીઓને વધારે પસન્દ આવે છે. પુરુષો તરફથી તેમની પ્રશંસા સાંભળીને સ્ત્રીઓ માત્ર હસતી જ નથી, પણ થોડી શરમ અનુભવે છે.તે પુરુષની વાતોમાં તે ખુબ જ ધ્યાન આપે છે. આ અમે નહીં, પરંતુ પ્રખ્યાત લેખક કે જેમણે તેનું સંશોધન કર્યું છે અને યુ.એસ.એ.ની રુટજર્સ યુનિવર્સિટીના પ્રોફેસર હેલેન ફિશરે જણાવ્યું છે. તેમના મતે, જે પુરુષો ફ્લર્ટ કરે છે, તેઓ સ્ત્રીઓને વધારે પસંદ આવે છે.

જે પુરુષોની દાઢી થોડી મોટી હોય છે, તેઓ સ્ત્રીઓને વધારે પસંદ આવે છે. ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં 177 પુરુષો અને 351 મહિલાઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે હળવી દાઢીવાળા પુરુષો વિશે મહિલાઓને લાગે છે કે તેઓ પરિપક્વ છે. આવી સ્થિતિમાં તે આ પુરુષોને તેના જીવનસાથી તરીકે પસંદ કરવામાં ડરતી નથી. સંશોધન દર્શાવે છે કે સ્ત્રીઓને હળવા દાઢીવાળા પુરુષોમાં વધુ રસ હતો.

લાલ રંગના કપડાં
લાલ કપડાં પહેરનારા પુરુષો પ્રત્યે સ્ત્રીઓ વધુ આકર્ષાય છે. ઇંગ્લેન્ડ, ચીન, જર્મની અને અમેરિકાના લોકો પર 2010 ના અધ્યયનમાં આ વાત સામે આવી છે. જેમાં લાલ રંગના કપડાં સાથે અન્ય રંગનાં કપડાં પહેરેલા પુરુષોને દર્શાવવામાં આવ્યા છે. આમાંની મોટા ભાગની મહિલાઓ લાલ કપડાં પહેરેલા પુરુષોને પસંદ કરતી હતી.

જ્યારે પુરુષો અને સ્ત્રીઓને એવું લાગે છે કે એ તેમના જેવો જ છે, તો પછી તેઓ એકબીજા તરફ વધુ આકર્ષિત થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા એક ઓનલાઇન અભ્યાસ 60 પુરુષો અને 60 મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે જો મહિલાઓ પુરુષોને પોતાના કરતા વધારે આકર્ષક લાગે તો તેમને ડર છે કે તેમનું બીજે ક્યાંક અફેર હોઈ શકે છે.

તે જ સમયે, જો તેઓ પોતાને કરતા ઓછા આકર્ષક પુરુષો મેળવે, તો તેઓ અનુભવે છે કે તેઓને વધુ ઉત્તમ જીવનસાથી મળી શકે છે. આવી સ્થિતિમાં, તેઓ પોતાના જેવા સાથે જ વધુ આકર્ષિત થાય છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા 286 મહિલાઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં બીજી એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવી છે. એવું જાણવા મળ્યું છે કે પુરુષો જે સામાન્ય શરીરના હોય છે તે સ્ત્રીઓની વધારે પસઁદ આવે છે.

આ અધ્યયન દરમિયાન મહિલાઓને શર્ટલેસ પુરુષો બતાવવામાં આવ્યા હતા. આમાંની મોટા ભાગની મહિલાઓ મસલ્સ વાળા પુરુષોની પસંદગી ટૂંકા ગાળાના પાર્ટનર, એટલે કે ઓછા સમયના પાર્ટનર તરીકે પસન્દ કર્યા હતા. તે જ સમયે, જે પુરુષોનું શરીર સામાન્ય હતું, તેમને તેમણે લાંબા ગાળાના પાર્ટનર તરીકે પસંદ કર્યા.

હસાવવા વાળા
જે પુરુષો વધારે હસાવે છે તે પુરુષોને સ્ત્રી વધારે પસંદ કરે છે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ તેમની રમૂજની ભાવનાને કારણે તેમને પસંદ કરે છે. આટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ કોસ્મેટિક સાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સ્ત્રીઓ સુગંધિત ડિઓડોરન્ટ લગાડનાર પુરુષો પ્રત્યે પણ આકર્ષાય છે.

handsome man

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here