સિરિયલમાં રીક્ષામાં ફરતા ‘જેઠાલાલ’ પાસે છે મોંઘી ગાડીઓ અને કરોડોની સંપત્તિ…

111

પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગડા ઇલેક્ટ્રોનિકના માલિક જેઠાલાલને તમે જાણતા જ હશો. હા એજ જેઠાલાલ જે લોકોને પોતાના અભિનયથી હસાવતા હોય છે. જેઠાલાલનું પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેમણે માત્ર ટીવી સિરિયસમાં જ પોતાનું નામ જ નથી બનાવ્યું, પરંતુ ફિલ્મોમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. લોકો તેના જેઠાલાલના પાત્રને એટલો પ્રેમ કરે છે કે જો તે એક દિવસ પણ શોમાં ન આવે તો પ્રેક્ષકો સોશિયલ મીડિયા પર તેના વિશે સવાલો પૂછવા લાગે છે.

દિલીપ જોષીના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેની પાસે કામ નહોતું, પણ પોતાની મહેનત અને અભિનયના બળે આજે તે એક એપિસોડમાં કામ કરવા માટે લાખોમાં ફી લે છે. દિલીપ જોશી 26 મે ના રોજ પોતાનો 53 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે, અમે તમને દિલીપ જોશી સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવીશું.

દિલીપ જોશીનો જન્મ 26 મે 1968 ના રોજ ગુજરાતમાં થયો હતો. તેમણે વર્ષ 1997 માં સીરિયલ ‘ક્યા બાત હૈ’ થી ટીવીના પડદે કારકિર્દીની શરૂઆત કરી હતી. 1989 માં ‘મૈં પ્યાર કિયા’ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી દિલીપ બોલિવૂડની ‘હમ આપકે હૈ કૌન’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘હમરાજ’, ‘દિલ હૈ તુમ્હારા’ જેવી લગભગ 15 ફિલ્મોમાં દેખાયા હતા.

2008 માં, તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કામ કરવાની તક મળી અને આનાથી તે ભારતમાં ઘર ઘરમાં જાણીતુ નામ બની ગયું હતું. દિલીપ જોશીએ આ શો માટે 16 એવોર્ડ જીત્યા છે. શ્રોતાઓને આ સિરિયલ સાથે જોડી રાખવામાં જેઠાલાલનો સૌથી મોટો ફાળો રહેલો છે. શોની વાર્તા જેઠાલાલની આસપાસ ફરે છે. દિલીપ જોશી અભિનય ઉપરાંત મિમિક્રી માટે પણ ખૂબ પ્રખ્યાત છે.

અહેવાલો અનુસાર દિલીપ જોશી પોતાના પાત્રને ભજવવા માટે એક એપિસોડ માટે આશરે 1.50 લાખ રૂપિયા લે છે. દિલીપ મહિનામાં લગભગ 25 દિવસ સુધી શૂટીગ કરે છે. આ રીતે, જોઈએ તો તેમનો એક મહિનાનો પગાર આશરે 36 લાખ રૂપિયાથી વધુ થાય છે. તે આ શોમાં સૌથી વધુ કમાણી કરનાર કલાકાર છે.

દિલીપ જોષી મુંબઇના અંધેરીમાં એક ખૂબ ઉચ્ચ વિસ્તારમાં વૈભવી મકાનમાં રહે છે. દિલીપ જોશીએ જેઠાલાલનું પાત્ર ભજવીને એટલી સફળતા અને કમાણી કરી છે કે તેમની સંપત્તિ 50 કરોડથી પણ વધુ હોવાનું કહેવાય છે.

આ શોમાં તમે ઘણી વાર જેઠાલાલને રીક્ષામાં ફરતા જોયા હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં દિલીપ જોશી પાસે ઘણી કાર છે. તેમની પાસે ઓડી ક્યૂ 7 જેવી મોંઘી અને લક્ઝરી કાર પણ છે, જેની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે. ઓડી ક્યૂ 7 કાર દિલીપ જોશીને ઘણી પસંદ છે. આ સિવાય દિલીપ જોશી પાસે ટોયોટા ઇનોવા પણ છે, જેની કિંમત લગભગ 14 લાખ રૂપિયા છે.

અભિનેતા દિલીપ જોશીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેની પત્નીનું નામ જયમાલા છે. અને અભિનેતાને બે સુંદર બાળકો પણ છે, પુત્રનું નામ ઋત્વિક છે અને પુત્રીનું નામ નિયતિ છે. અભિનેતાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તે થિયેટરમાં કામ કરતા હતા, ત્યારે તેમનો રસ અભિનયમાં વધવા લાગ્યો અને આને કારણે તેમણે પોતાનો અભ્યાસ પણ અધવચ્ચે જ છોડી દીધો હતો. આ વાત તેમને આજે પણ ખટકી રહી છે અને તેમણે વઘુમાં જણાવ્યું હતું કે કાશ હું નારો અભ્યાસ પૂરો કરી શકયો હોત તો વધારે સારું હતું. પરંતુ જેઠાલાલે પ્રેક્ષકોને સતત હસાવીને અને દિલથી અભિનય કરીને નિરાશ નથી કર્યા.

Previous article‘कुछ कुछ होता है’ ની અંજલી હવે ખુબજ બદલાય ગઈ છે, કયૂટ બાળકી હવે ૩૨ વર્ષની હોટ હસીના બની ગઈ છે…
Next articleકિશોરની વહુ: ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી અદ્ભુત નવલકથા….