Homeફિલ્મી વાતોતારક મહેતાના 'જેઠાલાલ' ને આ રીતે મળ્યા હતા 'બબીતા ​​જી', એક એપિસોડની...

તારક મહેતાના ‘જેઠાલાલ’ ને આ રીતે મળ્યા હતા ‘બબીતા ​​જી’, એક એપિસોડની ફી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત…

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોમેડી શો ઘણા છે, પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો પ્રત્યે દર્શકોનો જેટલો પ્રેમ છે તેટલો લગભગ બીજા કોઈ શોમાં નહીં હોય. હાલમાં આ શોએ તેના 3000 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ શોમાં આવતા દિલીપ જોશી અને દિશા વાકાણી એટલે કે, જેઠાલાલ અને દયાબેન દરેક લોકોને પસંદ છે આ સાથે જેઠાલાલ અને બબીતાજીના ગુપ્ત રોમાંસ દરેક લોકોને ગમે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં બબીતાજીની ભૂમિકા નિભાવ્યા બાદ મહશુર થયેલા મુનમુન દત્તાનું નામ દિલીપ જોશીએ જ શોના નિર્માતાઓને આપ્યું હતું. આ પછી, નિર્માતાઓએ મુનમૂનને આ રોલમાં કાસ્ટ કર્યું. મુનમુન દત્તા પણ તેની આ ભૂમિકા નિભાવવા માટે સંમત થયા. લોકોને બબીતાજી અને જેઠાલાલ વચ્ચેનો રોમાંસ ખૂબ જ ગમે છે. બબીતાજીના કિરદારને કારણે, મુનમુનની ફેન ફોલોઇંગ ઘણી વધારે થઈ ગઈ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં પણ જેઠાલાલ મુનમુનને ‘બબીતા ​​જી’ કહે છે, પરંતુ શુટીંગ બંધ થયા બાદ મુનમુન દિલીપ જોશીને ‘સર’ કહે છે. તેનું કારણ એ છે કે, દિલીપ એક વરિષ્ઠ અભિનેતા છે અને મુનમુન તેમનું ખૂબ જ સન્માન કરે છે.

નોંધપાત્ર વાત એ છે કે, દિલીપ જોશી અને મુનમુન આ શો પહેલા પણ અગાઉ એક કોમેડી શોમાં સાથે આવતા હતા. ‘હમ સબ બારાતી’ શોમાં દિલીપ જોશીએ નથુ મહેતાની ભૂમિકા ભજવી હતી, જ્યારે મુનમુનએ મીઠીની ભૂમિકા નિભાવી હતી. આ શો 2004 માં પ્રસારિત થયો હતો અને ચાહકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, બબીતાની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તાને પ્રત્યેક એપિસોડમાં 35 થી 50 હજાર રૂપિયા મળે છે. તમને જણાવી દઈએ કે, મુનમુને તારક મહેતા ઉપરાંત ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા બતાવી છે. મુનમુને ‘મુંબઇ એક્સપ્રેસ’ નામની ફિલ્મમાં હાસનની ભૂમિકા નિભાવી હતી. તેણે મનીષા કોઈરાલા, પૂજા ભટ્ટ, ડીનો મોરિયા જેવા કલાકારો સાથે કામ પણ કર્યું છે. આ સિવાય તે 2006 માં ‘હોલીડે’ નામની ફિલ્મમાં પણ જોવા મળી હતી. હવે તે છેલ્લા 12 વર્ષથી તારક મહેતા શોમાં જ આવે છે.

તારક મહેતા શો વિશે વાત કરીએ તો આ શોએ 12 વર્ષથી લોકોનું મનોરંજન કર્યું છે અને આ સફર આજે પણ ચાલુ છે. શોના કલાકારોના પાત્રો આજે દરેક ઘરની પહેચાન બની ગયા છે. તાજેતરમાં આ શોએ 3000 એપિસોડ્સ પૂર્ણ કર્યા. આ પ્રસંગે દિલીપ જોશીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ મૂકી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments