Homeરસપ્રદ વાતો"જેવો બાપ તેવો જ દીકરો", આ કહેવતને સાચી કરે છે હાર્દિક પંડ્યા...

“જેવો બાપ તેવો જ દીકરો”, આ કહેવતને સાચી કરે છે હાર્દિક પંડ્યા અને તેનો 6 મહિનાનો દીકરો..

બોલિવૂડ સ્ટાર કિડ્સ હંમેશાં સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે. પરંતુ આ કિસ્સામાં ક્રિકેટ ખેલાડીઓનાં બાળકો પણ પાછળ નથી. હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્ત્યને જ જોઈ લો. 30 જાન્યુઆરીએ અગસ્ત્ય 6 મહિનાનો થયો છે. આ દરમિયાન, તેણે તેમના જીવનની પ્રથમ ફ્લાઇટનો આનંદ પણ માણ્યો.

ખરેખર હાર્દિક પંડ્યાએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં અગસ્ત્ય તેના પિતાની ખોળામાં બેસીને સ્માઈલ આપે છે. બંને વિમાનમાં મુસાફરી કરી રહ્યા છે. તે દરમિયાન પિતા અને પુત્ર બંને એક જ લુકમાં એટલે કે બોલ્ડ લુકમાં દેખાયા હતા. પિતાની જેમ પુત્રએ પણ ટકો કરાવ્યો હતો અને હવે બંને કુલ ડ્યૂડ લાગે છે. આ ફોટોને શેર કરતાં હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે કે- મારા પુત્રની પહેલી ફ્લાઇટ.

લોકો સોશિયલ મીડિયા પર હાર્દિક અને અગસ્ત્યની આ તસવીરની મજા લઇ રહ્યા છે. તેને અત્યાર સુધીમાં 2.2 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે. પિતા અને પુત્રની આ જોડીને જોઇને લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. અગસ્ત્યની માતા અને હાર્દિકની પત્ની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે આ ફોટા પર લવ ઇમોજી સાથે કોમેન્ટ કરી હતી. આ સિવાય નતાશાએ આ ફોટો પણ પોતાની ઈન્સ્ટાસ્ટોરી પર શેર કરી છે.

હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવરને પણ આ તસવીર ગમી. તેણે આ ફોટા પર કોમેન્ટ કરી અને લખ્યું – અભિનંદન. આત્મવિશ્વાસ એવો છે કે લાગે છે કે તે પોતે વિમાન ઉડાવી પણ દેશે. ભગવાન તેને ખુશ રાખો ‘સુનીલની આ કોમેન્ટને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે નતાશા સ્ટેનકોવિચે ગયા વર્ષે જુલાઈમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. એક પુત્રના જન્મથી પિતા હાર્દિક ખૂબ જ ખુશ હતા. ત્યારબાદ તે તેના પુત્ર સાથે બધે જોવા મળે છે. માતાની જેમ હાર્દિક પણ તેમના પુત્રની ખૂબ કાળજી રાખે છે. તસવીરો જોતાં લાગે છે કે બંને પિતા-પુત્ર વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ હશે. હાર્દિક પણ તેના ઈંસ્ટા એકાઉન્ટ પર પુત્ર સાથે ક્યૂટ તસવીરો શેર કરતા રહે છે.

કામ વિશે વાત કરીએ તો હાર્દિક ટૂંક સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં દેખાશે. તે 5 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. 5 અને 13 ફેબ્રુઆરીએ મેચ ચેન્નઇના સ્ટેડિયમ ખાતે યોજાશે. એવી અટકળો છે કે હાર્દિક તેના પુત્ર સાથે ત્યાં જઇ શકે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments