આપણે 24 કલાકમાંથી ઓછામાં ઓછા 8 કલાક પથારીમાં સુતા હોઈએ છીએ. તેથી સુતા પહેલા શું કરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે.
1. પથારીમાં આપણે 6 થી 8 કલાક સુતા હોઈએ છીએ. તેથી શરીરના બધા જ દુખાવા દૂર થઈ જાય છે. આપણી પથારી સુંદર, નરમ અને આરામદાયક હોવી જોઈએ. ચાદરો અને ઓશિકાઓનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખો અને મનને શાંત રાખે.
2. દરરોજ કપૂરને સળગાવીને સૂતા હોય તો આપણને ખૂબ સારી ઊંઘ આવે છે અને સાથે બધા પ્રકારના તણાવ પણ દૂર થઈ જાય છે. કપૂરના બીજા પણ ઘણા ફાયદાઓ છે.
3. સૂતા પહેલા આપણા જીવનમાં જે વસ્તુઓ જોઈએ છે તે વસ્તુ વિશે વિચારવું જોઈએ. નકારાત્મક બાબતો વિશે વિચારવું ન જોઈએ, કારણ કે સૂતા પહેલા 10 મિનિટ સુધીનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે. જાગ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટનો સમય પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે સમય દરમિયાન આપણે જે પણ વિચારતા હોઈએ તે સાચું થવા લાગે છે.
4. સુતા પહેલાં તમારા પગ કઈ દિશામાં છે તે જોવું જોઈએ. દક્ષિણ અને પૂર્વ દિશા બાજુ પગ રાખવા જોઈએ નહિ. દરવાજા બાજુ પણ પગ ન રાખવા. તેનાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું નુકસાન થાય છે. પૂર્વ દિશા બાજુ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી શાંતિ, સારું આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે.
5. કોઈ વ્યક્તિએ મોઢું ધોયા વગર અને પગ ધોયા વગર સૂવું ન જોઈએ.
6. કોઈએ એકબીજાની પથારી પર, તૂટેલા પલંગ પર અને નીચે ગંદા મકાનમાં સૂવું ન જોઈએ.
7. સુવાથી મગજની સાથે કરોડરજ્જુને પણ નુકસાન થાય છે જ્યારે આંખો બંધ કરવાથી આંખોને નુકસાન થાય છે.
8. સુવાના 2 કલાક પહેલાં ખાય લેવું જોઈએ. રાતનું ભોજન હળવું હોવું જોઈએ.
9. સારી ઊંઘ આવે તે માટે વજ્રાસન કરવું જોઈએ ત્યારપછી ભ્રામરી પ્રાણાયામ કરવું અને અંતે સવાસન કરી સુઈ જવુ.
10. સૂતા પહેલા એકવાર તમારા દેવતાનું ધ્યાન કરવું અને પછી પ્રાર્થના કરીને સૂઈ જવું.