ભારતમાં, દર વર્ષે પ્લાસ્ટિકની થેલીઓને કારણે લાખો ગાય અને પ્રાણીઓ મૃત્યુ પામે છે, જેના મૃત્યુનું કારણ આપણે બધાં જ છીએ. અને કદાચ આ વાતથી આપણા માંથી મોટાભાગના લોકોમાં કોઈ ફરક નહીં પડે. પરંતુ “મંગલૌર અશ્વત હેગડે”એ આનો મોટો ઉપાય શોધી કાઢ્યો છે.
જો તમને કહેવામાં આવે કે રોજ વપરાતી પ્લાસ્ટિકની થેલીઓને ખાઈ પણ શકાય છે. તો તમે તેને નહીં માનો. પરંતુ અશ્વતે આ વાત સાચી બતાવી છે. તેઓએ પ્લાસ્ટિકની થેલીઓને બદલે ઓર્ગેનિક થેલીઓ બનાવી છે. તેના ઉપયોગ પછી તે થેલીને પ્રાણીઓ ખાઈ પણ શકે છે, કારણ કે આ બેગ પ્લાસ્ટિક સામગ્રીથી બનાવવામાં આવતી નથી પરંતુ 100% કુદરતી છે. અશ્વતે ખુદે આ મુદ્દાને સાબિત કરવા માટે આ થેલી ખાઈને બતાવી છે.
જ્યારે મંગલોર પાલિકાએ 4 વર્ષ પહેલા પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી અશ્વતના મનમાં, એક થેલી બનાવવાનો વિચાર આવ્યો હતો. અનેતેવી થેલી કે જે સસ્તી અને જો તેને પ્રાણીઓ ખાય તો તેને કોઈ સમસ્યા ન થાય અને તે થેલી સરળતાથી રીસાઇકલ પણ થઈ શકે.
આ વિચાર પછી અશ્વતે તેની ટીમ સાથે મળી પ્રાકૃતિક પદાર્થો જેવા કે બટાટા, સાબુદાણા, મકાઈ અને અન્ય વસ્તુઓના તેલને પ્રયોગમાં લેવાનું કામ શરૂ કર્યું. સતત 4 વર્ષ સુધી સખત મહેનત અને જુસ્સાને લીધે, તેણે એક થેલી બનાવી જે પ્લાસ્ટિકની થેલી જેવી હોય છે, પરંતુ તેમા એક ટકા પણ પ્લાસ્ટિક નથી. જો આ બેગ ગરમ પાણીમાં રાખવામાં આવે છે, તો તે સરળતાથી 15 સેકંડમાં નાશ પામે છે, અને જો કોઈ પ્રાણી તેને ખાય છે, તો તેને કોઈ સમસ્યા નહીં થાય. આ બેગને ફેંકી દેવાના 180 દિવસ પછી આપમેળે નાશ પામે છે, તેથી તે પર્યાવરણને કોઈ નુકસાન કરશે નહીં.
આ બેગ વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે તે બરાબર પ્લાસ્ટિકની થેલીઓ જેવી લાગે છે, અને તે વજન વહન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ઉત્પાદન શરૂ થયા પછી, પ્લાસ્ટિકની થેલીઓ કરતાં પણ ઓછા ખર્ચમાં આ થેલી તૈયાર થાય છે. જો આ બેગ ગરમ પાણીમાં રાખવામાં આવે છે, તો તે સરળતાથી 15 સેકંડમાં નાશ પામે છે.
અશ્વત ના આ કાર્યોને કારણે કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણએ આ થેલીને મંજૂરી આપી દીધી છે અને તેનું સફળતાપૂર્વક કેન્દ્ર સરકારની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમા સાબિત થયું હતું કે આ બેગમાં પ્લાસ્ટિકનું કોઈ તત્ત્વ નથી.
કર્ણાટક ના દૂધ ફેડરેશને પણ આ થેલીઓ પસંદ કરી છે. અને તેઓ આ થેલીઓનો ઉપયોગ વિવિધ જાતના દૂધ ભરવા માટે કરશે આ થેલીઓને કતર ના રાષ્ટ્રીય પર્યાવરણ દિવસ પર રજૂ કરવામાં આવી હતી અને ત્યાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
આટલું મોટું જાદુઈ પરાક્રમ કર્યા પછી પણ અશ્વત અટક્યો નથી, પરંતુ તેનું આગળનું લક્ષ્ય એટલી મજબૂત થેલી બનાવવાનું છે કે જે 250 થી 1000 કિલો વજન પણ સહન કરી શકે. અને આ માટે તે બેંગ્લોરમાં ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યો છે.
અશ્વત હેગડે જેવા લોકો જ દેશને આગળ વધારશે. તેમના પ્રયત્નો બતાવે છે કે દેશનું ભલું કરવું તે માત્ર નેતાઓનું જ કામ નથી, આપણે આપણા નાના પ્રયત્નો કરીને પણ દેશનું સારુ કાર્ય કરી શકીએ છીએ.