એક સામાન્ય માન્યતા છે કે જો બિલાડી રસ્તો ક્રોસ કરે છે તો તે ખરાબ છે. આ માન્યતાને કારણે ઘણા લોકો બિલાડી માર્ગ કાપે ત્યારે થોડા સમય અટકી જાય છે. લોકોના મનમા એવી માન્યતા છે કે બિલાડીનો રસ્તો કાપવો એ ખરાબ શુકન માનવામા આવે છે. પરંતુ શગુનશાસ્ત્ર અનુસાર બિલાડીનો માર્ગ કાપવો હંમેશા અશુભ નથી હોતો. જ્યારે જમણી બાજુથી બિલાડી ડાબી બાજુ રસ્તો કાપી રહી હોય ત્યારે તે શુભ માનવામા આવે છે.
શુકનશાસ્ત્ર કેટલીકવાર બિલાડી કરતા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓનો માર્ગ કાપવો અશુભ છે. તેમનો માર્ગને કાપીને તમારે માત્ર નિષ્ફળતાનો સામનો કરવો જ નહી પણ તમારે મૃત્યુ જેવી પીડા પણ સહન કરવી પડશે. આજે તમને એવા કેટલાક પ્રાણીઓ વિશે જણાવીએ છે કે જેનો માર્ગ કાપવો અશુભ છે.
૧) કૂતરો :- જો તમે કોઈ કામ માટે બહાર જઇ રહ્યા છો અને રસ્તામા કૂતરો મૈથુન કરતો જોવા મળે છે તો તેને એક નિશાની માનવામા આવે છે. આ કાર્ય બગાડ નુ સૂચન કરે છે.
૨) કાગડો :- જો તે તમારા માથાને સ્પર્શ કરીને તરત નીકળી જાય તો તમારે તરત જ કાળજી લેવી જોઈએ. જો કાગડાનુ માથાને સ્પર્શ કરવો એ શારીરિક વેદનાનુ સૂચક માનવામા આવે છે. માન્યતા અનુસાર આવી વ્યક્તિને રોગને કારણે મૃત્યુ સંબંધિત વેદનાનો સામનો કરવો પડી શકે છે.
૩) ગાયનુ ટોળુ :– જો ગાયો નું ટોળું માર્ગ રોકી દે તો થોડા સમય માટે અટકી જવુ જોઈએ. એવુ માનવામા આવે છે કે તે કટોકટી સામે રક્ષણ આપે છે. આ સાથે જો તમને ગાયના ભાંભરવાનો અવાજ સંભળાય છે તો તમારે સમજવુ જોઈએ કે તમારી યાત્રા શુભ નહી થાય.
૪) કાદવવાળુ બગડેલ કૂતરુ :– જો તમારી સામે કાદવથી ભરેલ કૂતરાનો સામનો કરવો પડે તો તે અશુભ છે. એવુ કહેવામા આવે છે કે આવનારા સમયમા તમારી સાથે ખરાબ થશે. જો મોઢામા હળદર વાળો માસનો ટુકડો હોય તો તેને અશુભ માનવામા આવે છે.
૫) નોળિયો :- જો નોળિયો સામેથી આવીને રસ્તો કાપી નાખે તો પછી થોડા સમય માટે અટકી જવુ જોઈએ. એવી માન્યતાઓ છે કે તમારા વિરોધીઓ તમારા કામમા અડચણ ઉભી કરી શકે છે. સવારે ઉઠતા નોળિયાને જોવો ખૂબ જ શુભ માનવામા આવે છે. આને સંપત્તિ વૃદ્ધિના પરિબળનો એક યોગાનુયોગ માનવામા આવે છે.
૬) સાપ :- જો તમે કોઈ કામથી બહાર જાવ છો અને તમને ડાબેથી જમણી બાજુ સાપ રસ્તો કાપે તો તેને અશુભ સંકેત માનવામા આવે છે. આનો અર્થ એ છે કે તમારુ કાર્ય બગડશે. તે જ સમયે શત્રુઓનો ભય પણ રહે છે. એવુ પણ માનવામા આવે છે કે સાપનો રસ્તો કાપવાથી જીવનમા ઘણા બદલાવ આવે છે.