બુધવારે ભગવાન ગણેશજીની પૂજા વિધિ સાથે કરવામાં આવે છે. ભગવાન ગણેશજી જો ભક્તો પર પ્રસંન થાય ને તો તેના બધા જ દુઃખો ને દૂર કરે છે અને બધાની ઇચ્છાઓને પૂર્ણ કરે છે. હિન્દુ માન્યતા મુજબ કોઈ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવી જરૂરી છે. ભગવાન ગણેશજી બધા લોકોના દુઃખોને દૂર કરે છે. ભગવાન ગણેશજી પોતે રિદ્ધિ-સિદ્ધિ આપનાર અને શુભ લાભ આપનારા છે. તે ભક્તોના દુઃખો, રોગો અને ગરીબીને દૂર કરે છે. શાસ્ત્રો અનુસાર, એવું માનવામાં આવે છે કે બુધવાર એ શ્રી ગણેશજીની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. એવું કહેવામાં આવે છે કે બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી અને ઉપવાસ કરવાથી બધી જ મુશ્કેલીઓ ભગવાન ગણેશજી દૂર કરે છે.
જો તમારે ભગવાન શ્રી ગણેશની સ્થાપના તમારા ઘરમાં કરવી હોય, તો તે પહેલાં થોડીક બાબતો ચોક્કસપણે જાણો. જો તમે આમાંથી કોઈ કામ કરો છો, તો શ્રી ગજાનન તમારાથી ગુસ્સે થઈ શકે છે. ચાલો જાણીએ કે તે કઈ વસ્તુઓ છે.
-હિંસાથી દૂર રહો, તમારા મગજમાં ખરાબ લાગણીઓ ન આવવા દો.
-ગુસ્સો ન કરો, ધૈર્ય રાખો.
-ખોટું ના બોલો.
– માંસ અને દારૂનું સેવન ન કરો.
-કંઈપણ ખાતા પહેલા બાપ્પાને ભોગ ધરાવો.
-જો પરિવારનો કોઈ સભ્ય ઘરે જ રહે છે, તો તેમને એકલા ન છોડો.
-કોઈની નિંદા ન કરો.
– ચોરી કરવાથી આ જ લોકમાં નહિ, પરંતુ પરલોકમાં પણ ભોગવવું પડે છે જેથી આ આદતોથી દૂર રહો.
– ઘરમાંથી ગંદકીને દૂર કરો અને ઘરને સ્વચ્છ રાખો. ખાસ કરીને મંદિરને સ્વચ્છ રાખો.
– બાળકો પર હાથ ન ઉપાડો.
-મહિલાઓનું અપમાન ન કરો.
કોઈનો મજાક ઉડાવશો નહીં.