બોલિવૂડને લાગ્યો એક મોટો ઝટકો, મહશુર નિર્માતા-દિગ્દર્શક “જૉની બક્ષી”નું થયું મોત.

167

પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક “જૉની બક્ષી” આ દુનિયા છોડી જતા રહ્યા. શુક્રવારે (4 સપ્ટેમ્બર) મોડી રાત્રે તેમનું અવસાન થયું. જૉની બક્ષીએ બોલિવૂડના અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. જૉની બક્ષી માત્ર એક ઉત્તમ દિગ્દર્શક જ નહીં પણ નિર્માતા પણ હતા. 

રાજેશ ખન્ના અને ગુલશન ગ્રોવર સ્ટારર ફિલ્મ ખુદાઈના નિર્માતા પણ જૉની બક્ષી હતા. જૉની બક્ષીએ મંજિલે ઔર હૈ, મેરા દોસ્ત મેરા દુશ્મન, ફિર તેરી કહાની યાદ આઈ અને ઈસ રાત કી સુબહ નહીં જેવા અનેક ફિલ્મોમાં નિર્માતા તરીકે કામ કર્યું છે. 

જૉની બક્ષીની કારકિર્દીની છેલ્લી ફિલ્મ હિમેશ રેશમિયાની સાથે ‘કજરારે’ હતી. તેમની આ ફિલ્મ વર્ષ 2010 માં આવી હતી. ફિલ્મ ‘કજરારે’માં હિમેશ રેશમિયા સાથે સારા લોરેન અને અમૃતા સિંહ મુખ્ય ભૂમિકામાં હતી.

 

જૉની બક્ષી આ ફિલ્મમાં એક્ઝિક્યુટિવ નિર્માતા હતા. આ સિવાય જૉની બક્ષીએ ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશનમાં પણ કામ ક્યુ હતું. તેઓ આ મંડળના સક્રિય સભ્યોમાંના એક હતા.

જૉની બક્ષી સિનેમાને ખુબ ચાહતો હતા, આ જ કારણ હતું કે, તેણે હોલીવુડના પ્રખ્યાત અભિનેતા માર્લોન બ્રેડોની પ્રેરણાથી પોતાના પુત્રનું નામ બ્રેડો રાખ્યું હતું. જૉની બક્ષીએ ઘણાં વર્ષો સુધી રાજ ખોસલાના સહાયક તરીકે પણ કામ કર્યું.

Previous articleનીતિન પટેલે, ગુટખા-તમાકુના શોખીનો માટે આપ્યા ખરાબ સમાચાર.
Next articlePUB-G પર પ્રતિબંધ મૂક્યાંના બીજા જ દિવસે અક્ષય કુમારે કરી FAU-G જાહેરાત.