Homeસ્ટોરીસુરતની આ યુવતીએ પતિથી છુપાવીને દર મહિને 9.37 લાખ રૂપિયાની ઘરે બેસીને...

સુરતની આ યુવતીએ પતિથી છુપાવીને દર મહિને 9.37 લાખ રૂપિયાની ઘરે બેસીને કમાણી કરી

તમે સપનામાં પણ વિચારી ના શકો એવી એક સ્ટોરી સામે આવી છે, જેમાં એક પરણેલી યુવાન મહિલાએ પતિથી છુપાઈને 6 કરોડ કરતા પણ વધારે રૂપિયાની કમાણી કરી હતી.

કલ્પના કરો કે વર્ષોથી, તમારી પત્ની તમને કહ્યા વગર, તમારાથી છુપાવીને કામ કરી રહી હોય અને એ ચાર વર્ષની કમાણી 5.6 કરોડથી વધુ હોય તો તમને કેવું લાગશે ? મૂળ રાજસ્થાનની અને સુરતમાં સ્થાય થયેલી એવી બે બાળકોની માતા જ્યોતિએ લગભગ ચાર વર્ષ સુધી પતિથી છુપાવીને તેણીએ તેના લગ્ન અને તેના પરિવારને જોખમમાં મૂક્યો હતો. જ્યોતિ અને અવિનાશ મહેતાએ થોડા વર્ષોની સગાઈ પછી 2004 માં લગ્ન કર્યા. અવિનાશ મહેતા એન્જિનિયર છે, અને જ્યોતિ લોકલ ક્લિનિકના રિસેપ્શનનું કામ કરતી હતી. 2008 માં તેમના પ્રથમ બાળકના જન્મ પછી, તેઓએ નક્કી કર્યું કે હવે જ્યોતિ ઘરે રહીને બાળકની સંભાળ રાખશે અને તેના માટે નોકરી છોડી દેશે. 2008 માં વૈશ્વિક મંદી અને નાણાકીય કટોકટીથી અર્થતંત્રના ઉત્પાદક ક્ષેત્રોને ભારે ફટકો પડ્યો હતો. સદ્દભાગ્યે, અવિનાશ મહેતાએ તેમની નોકરી ગુમાવી નહોતી પરંતુ તેમની કંપનીમાં ટકી રહેવા માટે તેમણે ઓવરટાઇમ કામ કરવું પડ્યું હતું અને પગારમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો.

જ્યોતિએ કહ્યું, “મારા પતિ અમારા પરિવારની પાયાની જરૂરિયાતોનું ધ્યાન રાખી શકતા હતા, પરંતુ હું જોઈ શકતી હતી કે તેમના પર કામનુ કેટલું ભારણ હતું જેનાથી તેઓ કેટલાય કંટાળી ગયા હતા. અમે શક્ય તેટલું બચત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમારી પાસે હજી પણ પૈસા નહોતા.” “અમારું ભવિષ્ય કેવું હશે તે અમે કલ્પના કરી શકતા નહોતા. બજાર કંઈક અંશે સુધર્યું, પરંતુ તે પછી ફરીથી નીચે પડવાનું શરૂ થયું. હું તે સમયે અમારા બીજા બાળક સાથે ગર્ભવતી હતી – અમે ફક્ત પ્રાર્થના કરી રહ્યાં હતાં કે બધું ઠીક થાય.

તેમના બીજા બાળકના જન્મ પછીના કેટલાક મહિના પછી, એક સાંજે જ્યોતિએ ઘરેથી કામ કરવા વિશે ફેસબુક પર એક જાહેરાત જોઈ, જેમાં એક દિવસમાં 58,000 થી વધુની કમાણી કરી શકો છો એવુ લખ્યું હતું. તે વિચારવા લાગી કે આ કંઈ રીતે શક્ય છે, આ કોઈ છેતરપિંડી તો નથી ને ?, આના વિશે વધારે જાણવા માટે તેણે ત્યાં આપવામાં આવેલી લિંક પર જઈને તેણે ચેક કર્યું અને તેના વિશે ગુગલ પર જઈને ચેક કર્યા બાદ તેને બરાબર લાગ્યું, ત્યાર બાદ તેમાં તેમાં સાઈન અપ કરીને તેમાં એકાઉન્ટ બનાવ્યું.

જ્યોતિએ જણાવ્યું હતું કે તેમાં તમારે કોઈ પ્રોડક્ટ વેચવાની ન હતી, ના તો કોઈની પાસેથી કોઈ વસ્તુ ખરીદવાની હતી એટલા માટે જ મે તેમાં સાઈન અપ કર્યું હતું, તેમાં કરન્સી ટ્રેડિંગ કરવાની હતી જે લગભગ વિદેશમાં તો વર્ષોથી થતું આવ્યું છે અને હવે તેની લોકપ્રિયતાની લહેર ભારત સુધી પહોંચી ગઈ છે. જોકે મારા માટે આ વસ્તુ એકદમ નવી હતી, મને કરન્સી ટ્રેડિંગ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી. જ્યારે હું પ્રથમ વખત કરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી ત્યારે હું ખૂબ જ નર્વસ હતી, હું કોઈ કમ્પ્યુટર નિષ્ણાત નથી, પરંતુ જ્યારે તમે એકાઉન્ટ બનાવો છો ત્યારે તમારા માટે તેમાં મફતમાં તાલીમ આપતા વિડીયો અને આર્ટીકલ્સ હોય છે, જેનાથી કેવી રીતે ટ્રેડિગ કરવું એ આપણે શીખી શકાય છે, મારે પણ મારા પતિને ટેકો આપવો હતો એટલે બધાજ વિડીયો અને આર્ટીકલ્સ જોયા અને વાંચ્યા હતા.

પ્લેટફોર્મ પરના વિડિઓઝ જોતાં અને ટ્યુટોરિયલ્સ વાંચ્યા પછી, જ્યોતિએ તેના ખાતામાં કુલ ₹ 65,000 થી શરૂઆત કરવાનું નક્કી કર્યું, જ્યાં સુધી તે થોડા પૈસા કમાય ના લે ત્યાં સુધી તે તેના પતિને પણ કહેવા માંગતી ન હતી, આ માટે તેને એક બેંક એકાઉન્ટની જરૂર હતી તેથી તેણે પતિને જાણ કર્યા વગર એક બેંક ખાતું ખોલાવ્યું. સાથે જ્યોતિએ એવી પણ ગોઠવણ કરી કે કાર્ડમાંથી પૈસા દર અઠવાડિયે આ એકાઉન્ટ પર રીડાયરેક્ટ કરવામાં આવે.

આવું ચારેક વર્ષ ચાલતું રહ્યું. અવિનાશ મહેતા પાસે નોકરી હતી અને જ્યોતિ ઘરેથી કરન્સી ટ્રેડ પ્લેટફોર્મ પર પૈસા કમાતી હતી. તે ગુપ્ત ખાતામાં પૈસા ભેગા કરી રહી હતી અને ખાતું ખોલાવ્યા બાદ તે એક પણ વાર બેંકમાં ન ગઈ. જ્યોતિ જણાવે છે કે “મારા પતિથી આટલી મોટી વાત ગુપ્ત રાખવી મારા માટે મુશ્કેલ હતું. હું મારી જાતને દોષી ગણવા લાગી હતી, પરંતુ તેનાથી પણ વધુ, હું તેને કહેવામાં ડરતી હતી. હું જ્યારે પણ તેના તરફ જોતી ત્યારે મને લાગે છે કે આ રહસ્ય રાખવું ખૂબ મૂર્ખામી ભર્યું કામ હતું.”

ગયા વર્ષની શરૂઆતમાં અવિનાશ મહેતાએ તેની નોકરી ગુમાવી દીધી હતી. જ્યારે જ્યોતિએ જોયું કે તેના પતિની નોકરી છુટી ગઈ છે, ત્યારે તેણે નક્કી કર્યું કે સમય આવી ગયો છે કે તે દરરોજ શું કરે છે તેને કહેવાનો. તે બેંકમાં ગઈ અને તેના સિક્રેટ એકાઉન્ટનું બેંક સ્ટેટમેન્ટ કઢાનીને લઈ આવી પણ ત્યાં સુધીમાં જ્યોતિના એ સિક્રેટ બેંક એકાઉન્ટમાં 5.6 કરોડથી વધુની રકમ હતી. અવિનાશ મહેતાને કહ્યું, જ્યોતિ મારી બાજુમાં આવીને બેઠી અને તેણે મને કહ્યું કે તે મારી પાસેથી કંઇક છુપાવીને રાખ્યું છે, અને તેના માટે તે શરમ અનુભવે છે. ત્યારબાદ તેણીએ તેના બેંકનું સ્ટેટમેન્ટ બહાર કાઢીને મને આપ્યું. તેના બેંક એકાઉન્ટમા એ સમયે 5.6 કરોડ જેટલી રકમ હતી અને એ સ્ટેટમેન્ટ પર બેંકના સહિ અને સ્ટેપ લાગેલો હતો. પહેલા મને વિશ્વાસ નહોતો થયો, પરંતુ તે પછી તેણે મને કરન્સી ટ્રેડિગ વિશે કહ્યું.

જ્યોતિએ જણાવ્યું કે, પહેલા તો કશું કહ્યું નહીં. મેં વિચાર્યું કે તે ગુસ્સે થઈ જશે અને છૂટાછેડા માટે કહેશે. પણ તે પછી તે રડવા લાગ્યો અને મને ગળે લગાડી લીધી. મેં તેને કહ્યું હતું કે મને શરમ લાગે છે અને મે તમારાથી છુપાવીને ખોટું કર્યું છે, પરંતુ તેમણે કહ્યું હતું કે હવે મને રાહત થઈ છે કે અમારી પૈસાની સમસ્યાઓ હલ થઈ ગઈ છે. “જ્યોતિ કહે છે.” અવિનાશ મહેતા અને જ્યોતિની આ વાત અનેક બ્લોગ અને સમાચારો સહિત સ્થાનિક મીડિયામાં વ્યાપકપણે શેર કરવામાં આવી હતી.

આ સ્ટોરી એક અંગ્રેજી બ્લોગ પરથી લેવામાં આવી છે અને અમારા માનવા મુજબ આ સ્ટોરી એક ચોક્કસ કરન્સી ટ્રેડિગ એપલિકેશનને પ્રમોટ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવેલી હોવી જોઈએ. જેથી સર્વો વાચક મિત્રોને નમ્ર વિંનતી છે કે કોઈ પણ એપ્લિકેશન પર પૈસા નાંખતા પહેલા સંમ્પુર્ણ પણે તેના વિશે રીચર્ચ કરો અને ત્યાર બાદ તમારા જોખમે તેમાં પૈસા નાખજો. અમે આ સ્ટોરી સત્ય હોવાની પૂષ્ટી કરતા નથી. જેની સર્વે નોંધ લેવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments