Homeરસપ્રદ વાતોવડોદરાની ૧૨ પાસ મહિલાએ યૂટ્યુબમાં વિડીયો જોઈને શરૂ કર્યો કાચી ધાણીના તેલનો...

વડોદરાની ૧૨ પાસ મહિલાએ યૂટ્યુબમાં વિડીયો જોઈને શરૂ કર્યો કાચી ધાણીના તેલનો બિઝનેસ, કમાય રહી છે ૩-૪ લાખ રૂપિયા

આજે આપણે આ લેખમાં અમે તમને આપણા ગુજરાતના વડોદરા શહેરના રહેવાસી શૈલજા બેન કાલેની સફળતાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. શૈલજાએ વર્ષ 2018 માં શુદ્ધ ધાણોના તેલનો વ્યવસાય ત્રણ લાખ રૂપિયાના રોકાણથી શરૂ કર્યો હતો અને હવે તે મગફળી, બદામ, નાળિયેર જેવા 10 પ્રકારના તેલ કાઢીને તેમનો વ્યવસાય કરી રહી છે. તે હવે આ વ્યવસાયમાંથી દર વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયાનો નફો સરળતાથી મેળવી રહી છે. શૈલજાબેને યુટ્યુબ પર વીડિયો જોઈને આ ધંધા વિશે જાણ્યું હતું.

શૈલજા બેન જણાવે છે કે બજારમાં જે તેલ મળે છે, તેમાં રસાયણો ભળેલા હોય છે અને તેમાં ચરબીનું પ્રમાણ પણ વધારે હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના ડોકટરો ધાણીના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ તેલ આપણા આરોગ્ય માટે સારું હોય છે. આ કારણોસર, આજકાલ લોકો ધાણીના તેલનો વધુ ઉપયોગ કરી રહ્યા છે અને લોકો તેના ઉપયોગ વિશે પણ જાગૃત પણ થઈ રહ્યા છે. શૈલજાબેન તેમના ગ્રાહકોને ભેળસેળ વગરનું શુદ્ધ તેલ વેચે છે.

શૈલજાબેન કહે છે કે પહેલા અમે દરરોજ માત્ર 10 થી 12 લિટર તેલ કાઢતા હતા, પરંતુ હાલમાં અમે દર મહિને 1000 લિટર તેલ કાઢી રહ્યા છીએ. શૈલજાબેન મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. જ્યારે તેમની ઉંમર 10 વર્ષની હતી, ત્યારે તેઓ આખા પરિવાર સાથે વડોદરા શહેરમાં શિફ્ટ થઈ ગયા હતા. 12 ધોરણ પૂર્ણ થયા બાદ તેમના લગ્ન થઈ ગયા હતા. શૈલજાબેનને એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર વિદેશમાં છે અને દીકરી પોતાનું શિક્ષણ પૂર્ણ કરવા બેંગ્લોર ગઈ છે. શૈલજાના પતિનું નામ રાજેશ છે, તે એક પેટ્રોલિયમ કંપનીમાં કામ કરે છે.

શૈલજા બેન એ પણ જણાવે છે કે, ‘પહેલા હું પાપડ વેચતી હતો. પછી ગાર્ડનીગ શરૂ કર્યું. આ દરમિયાન, મેં યુ ટ્યુબ પરથી ધાણીના તેલ વિશે જાણ્યું અને વિડીયો જોઈને ઘણી માહિતી મેળવી. લોકોમાં આ તેલની માંગ વધી રહી હતી. પછી મારા મનમાં વિચાર આવ્યો કે જો આ ક્ષેત્રમાં કામ કરવામાં આવે તો તે સારી કમાણી કરી શકે છે, કારણ કે હવે લોકોનો ટ્રેન્ડ પણ તે તરફ આગળ વધી રહ્યો છે.

આ પછી, શૈલજાએ પરિવારના સભ્યો સાથે વાત કરી અને બધા સંમત થયા, પછી તેઓએ ધાણીના તેલનો વ્યવસાય શરૂ કર્યો. તેણે કહ્યું કે શરૂઆતમાં તે દરરોજ 10 થી 12 લિટર તેલ કાઢતા હતા. પછી ધીરે ધીરે ગ્રાહકો આવતા ગયા અને અમે પણ ગ્રાહકોની જરૂરયાત પ્રમાણે તેલ કાઢવાની પ્રક્રિયા વધારતા ગયા. અત્યારે અમે દર મહિને 1000 લિટર તેલ કાઢીએ છીએ. અત્યારે શૈલજાબેન 10 પ્રકારના તેલ કાઢીને ટૂંક સમયમાં પોતાની પ્રોડક્ટ ઓનલાઈન વેચવાની તૈયારી કરી રહ્યા છે.

શૈલજા બેન કહે છે કે પહેલા તે માત્ર મગફળીનું તેલ કાઢતા હતા, પછી માંગ વધતાં તેણે વિવિધતા વધારી અને આજે તે બદામ, સૂર્યમુખી, નાળિયેર, રાઈ, કપાસ જેવા 10 પ્રકારના તેલોનું વેચાણ કરે છે. તેમણે કહ્યું કે આ તેલના ઉત્પાદન માટે, અમે સૌરાષ્ટ્રમાંથી મગફળી, કોઇમ્બતુરથી નાળિયેર, ઇન્દોરથી સૂર્યમુખી, રાજકોટમાંથી તલ અને મધ્યપ્રદેશમાંથી સરસવ લઈએ છીએ. તે કહે છે કે, મારે મારું ઉત્પાદન વેચવા માટે કોઈ પણ પ્રકારની જાહેરાતની જરૂર નથી. અમારા ગ્રાહકો જ અમારા ઉત્પાદનનો પ્રચાર કરે છે.

તેણી કહે છે કે હવે મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર સહિત દેશભરમાંથી ધાણીના તેલની માંગ આવી રહી છે. જેને પહોંચાડવા માટે, હું ટૂંક સમયમાં કુરિયર દ્વારા ડિલીવરી કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવા જઈ રહી છું અને આ સાથે હું મારા ઉત્પાદનોને ઓનલાઇન પણ વેચવાનો પ્રયત્ન કરીશ. હું મારા ઉત્પાદનોને શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છું.

તેણી જણાવે છે કે માત્ર નફો મેળવવો એ મારુ લક્ષ્ય નથી. તે તમામ લોકોને શુદ્ધ તેલ આપવા માંગે છે. ધાણીમાં તેલ કાઢયા બાદ જે વધે છે તે પશુપાલકો લઈ જઈને તેમના પશુઓને ખવડાવે છે, તેમને પૌષ્ટિક અને શુદ્ધ દૂધ મળે છે. શૈલજાબેન પોતાની પ્રોડક્ટ વેચવા માટે કોઈ માર્કેટિંગ નથી કરતા, તેના ગ્રાહકો તેની પ્રસિદ્ધિ કરે છે.

તમને જણાવી દઈએ કે કાચા ધાણીના તેલને સૌથી હેલ્ધી માનવામાં આવે છે, કારણ કે જ્યારે તેમાંથી તેલ કાઢવામાં આવે છે ત્યારે તેનું તાપમાન બહુ વધારે નથી હોતું. તેના કારણે તેલમાં રહેલા પોષક તત્વો અકબંધ રહે છે. આ ઉપરાંત, તેમાં ફેટી એસિડ, પ્રોટીન, ઓમેગા 3, વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. જેના દ્વારા શરીર સ્વસ્થ રહે છે. તે ભૂખ પણ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શૈલજા બેનનું આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments