મોંઢાનો સ્વાદ જ નહી પણ ભૂખ પણ વધારે છે કાચી કેરી-ફુદીનાની આ ચટણી, આ છે બનાવાની રીત…

રસોઈ

કેમ છે મિત્રો, ઉનાળાની મોસમ આવી ગઈ છે, આ મોસમમાં અમે તમારા માટે કાચી કેરી અને ફુદીનાની ચટણીની રેસિપી લઈને આવ્યા છીએ. ઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક પહોંચાડે છે અને સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. વિટામિન સી થી ભરપૂર હોવાને કારણે આ શરીરને ડિહાઈડ્રેડ થતા રોકે છે. આ ઉપરાત ફુદીનામાં પણ આરોગ્યપ્રદ ગુણો ભરપૂર માત્રામાં હોય છે, જેના સેવનથી પેટની અંદર ઠંડક પહોંચે છે અને ખરાબ થયેલી પાચન ક્ષમતાને સારી કરવામાં મદદ કરે છે.

ઉનાળામાં કાચી કેરી અને ફુદીનાની ચટણી ખાવાથી લૂ નથી લાગતી, આ ચટણીની સહુથી સારી વાત એ છે કે આને બનાવવી ખુબજ સરળ છે અને ખુબજ ઓછી વસ્તુઓના ઉપયોગથી તમે બનાવી શકો છો. મોઢાનો સ્વાદ બગડી ગયો હોય કે જમવાની ઇચ્છા ન થતી હોય તો આ બન્ને સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે આ ચટણી.

ચટણી બનાવવા માટેની સામગ્રી:-

૧ કાચી કેરી મોટી સાઈઝની, ૨ કપ ફુદીનો, ૨ ડુંગળી મીડિયમ સાઈઝની, ૪-૫ લીલા મરચાં, ૧ નાની ચમચી જીરુ, કાળુ મીઠું સ્વાદ અનુસાર, મીઠું સ્વાદ અનુસાર.

સ્વાદિષ્ટ ચટણી બનાવાની રીત:-

ફુદીનો અને કેરીની ચટણી બનાવવા માટે સહુથી પહેલા ફુદીનાના પાંદડાને તોડીને તેને પાણીથી સારી રીતે ધોઈ લો, પછી છાળણીમાં પાણી નિતરવા માટે મૂકી દો.

કેરીને પણ સારી રીતે ધોઈ લો અને ડુંગળીનું ઉપરનું પડ કાઢીને સાફ કરી લો, ત્યાર બાદ તેના નાના નાના ટુકડાઓ કરીને કાપી લો અને ગોટલાને કાઢીને ફેંકી દો. જીરુને તવા ઉપર શેકી લો અને ત્યાર બાદ તેને પીસી લો.

પછી એક મિકસરના જારમાં કેરીના ટુકડા, ડુંગળીના ટુકડા, ફુદીનાના પાંદડા, લીલા મરચા, કાળુ મીઠું અને જીરુ નાંખીને સારી રીતે મિકસ કરી લો. તમે ઇચ્છો તો તેને પાતળી કરવા માટે તમે થોડું પાણી મિકસ કરી શકો છો.

આપણી ચટપટી ચટણી તૈયાર છે, આને એક બાઉલમાં નાંખીને ફ્રિજમાં સ્ટોર કરો. જો તમારે ચટણીમાં થોડો ખાટો મીઠો સ્વાદ જોઈતો હોય, તો તમે તેમાં થોડી ખાંડ ભેળવી શકો છો.

તમને આ ચટણીની રેસિપી કેવી લાગી એ અમને કોમેન્ટ બોકસમાં જરૂર જણાવજો અને આવી બીજી અન્ય રેસિપી વાંચવા માટે ફેસબુકમાં આપણા પેજને જરૂર લાઈક કરજો અને શેયર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *