Homeરસપ્રદ વાતોમાતાના દુધ જેટલી ગુણકારી છે આ બે વસ્તુઓ, આનુ સેવન કરવાથી શરીરમાં...

માતાના દુધ જેટલી ગુણકારી છે આ બે વસ્તુઓ, આનુ સેવન કરવાથી શરીરમાં કોઈ પણ તત્ત્વ નહી ઘટે.

જો આંગળીના વેઢે ગણાય એટલા આપણા ઇન્ડિયન સુપરફૂડને યાદ કરવા હોય તો એમાં પેલા ત્રણમાં જેને યાદ કરવું પડે એવું એક છે નારીયેળ, નારિયેળને ના લીલા કોપરાને કે એની મલાઈને ખાઓ ત્યારે ચાવવાથી જે સફેદ રસ બની અંદર જાય એમાં એક્જેટ એવા fatty acid હોય છે જે માતાના દુધમાં હોય છે, એવું કહે છે કે નારીયેળમાં જે પાણી હોય છે ને બસ આપણું શરીર એવા જ ૭૦ % પાણીનું બનેલું છે.

આ નારિયેળ સુપર ફૂડ છે એવી જાણ આપણા લોકોને બહુ પહેલાથી થઈ ગઈ હતી એટલે જ એને શ્રીફળનો દરજ્જો આપણે સૌથી મોખરે રાખ્યું, પૂજા કે કોઈ પવિત્ર કામ એના વિના અધૂરા ગણાય, ને કમ સે કમ એ રીતે દરિયાકાંઠાથી દુર રહેનાર આપણા લોકો ય નારીયેળ સાથે જોડાયેલા રહે, ખાતા રહે એવી વ્યવસ્થા થઇ હશે.

યાદ છે,આપણે ત્યાં લગ્નોમાં દીકરી વિદાય થાય ત્યારે એના ખોળામાં શ્રીફળના ટુકડા મુકવામાં આવે છે, અત્યારે તો ઝડપી વાહનવ્યવહાર અને બધી વ્યવસ્થા છે પણ જે સમયે ગાડામાં જાન જતી આવતી, બે ત્રણ દિવસે ઘરે પહોચતી ત્યારે એ નવી નવી વહુ બનેલી દીકરી ભૂખ લાગે અને શરમમાં કઈ માંગી ના શકે તો એના ખોળામાં રહેલું આ લીલું કોપરું ખાયને તૃપ્ત થઇ શકે, આ કોપરું પોતે એક સંપૂર્ણ ખોરાક છે. ( દીકરીના ખોળામાં નારિયેળ મુકાતું એ પૈ સીંચીને મુકાતું… એટલે કે ગાડાના પૈડાં નીચે ફોડીને…એ રીતે શ્રીફળ મુકીને ફોડતા એટલે ગાડાનું પૈડું બરાબર છે ને…રસ્તામાં નાના મોટા ઝર્ક ખમી લે એમ છે ને એ ય નક્કી થઈ જતું…)

ક્યાંય શ્રીફળ વધેર્યું હોય પછી એને સાકરિયા, ગળી ગુંદી કે સાકર-ખાંડ સાથે પ્રસાદી રૂપે વહેંચે ત્યારે એ કેવી મજા પડે…બસ આ લીલા કોપરાનું એવું જ મીઠું કોમ્બીનેશન ખજુર સાથે ય બની શકે, ને જ્યારે ઘરમાં શ્રીફળ આવે ત્યારે હું આમ ખજુરનો ઠળીયો કાઢી વછે કોપરું બેસાડી દઉં અને પછી ખાઉં અને ખવડાઉં…

શ્રીફળને જેમ હિન્દુઓએ સુપરફૂડ તરીકે ઓળખીને શ્રીફળનો દરજ્જો આપ્યો એમ ખજુરને અરેબીયન કન્ટ્રીઝ અને ઈસ્લામે સુપરફૂડનો દરજ્જો આપ્યો છે. મુસ્લિમો ખજુર ખાયને જ રોજા છોડતા હોય છે. ખજુર પોતે જ શ્રીફળ જેમ એક સંપૂર્ણ ખોરાક છે, કઈ જ ના હોય અને તમે માત્ર ખજુર ખાય લો તો ય બધું આવી ગયું.

આપણી સ્કીન-હેર-નેઈલ-હાર્ટ-બ્લડ-બોન્સ-બ્રેઈન બધાને પોતાના પોઝીટીવ ગુણોથી સમૃદ્ધ કરનાર ખજુર માત્ર અરેબીયન કન્ટ્રીઝ નહિ પણ ભારતિય ઉપખંડની તાસીરને ય એટલું માફક આવી ગયો છે.(btw કોઈને ડાયાબીટીસ હોય એણે ખજૂરને ધોઈને ખાવો જોઈએ…એનાથી એના ઉપરના લેયરમાં રહેલી મીઠાશ ઘણી જ ઓછી થઈ જશે પણ એના ગુણો ખાસ ઓછા નહીં થાય…)

બાકી, આ બેઉ વિષે હમણા હમણા નવા નવા બનેલા ગુજરાતી પોર્ટલ્સની જેમ એક કલાકમાં એક લીટર લોહી બનાવો જેવી વાતો કરવાનો કોઈ મતલબ નથી, આ બેઉના ગુણો આપણે જાણીએ જ છીએ.

આ બેઉનું કોમ્બીનેશન કરીને આપણે ત્યાં સ્વિટસ પણ બનતી રહે છે ને. પણ સ્વીટ્સ ના બને તો ય પેલા મુન્નાભાઈ એમબીબીએસમાં મુન્ના આનંદભાઈને કહે છે એમ: “એ આનંદભાઈ બહોત ચાલુ ચીજ હૈ, ફસા કે મજા લેતા હૈ..” એમાં આમ ખજૂરમાં કોપરું ફસાવીને આનંદ લઇ શકાય…

કાનજીભાઈ મકવાણાની ફેસબુક વોલ પરથી સાભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments