ભગવાન કાળ ભૈરવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કરો આ 10 માંથી કોઈ એક ઉપાય…

ધાર્મિક

શાસ્ત્રો અનુસાર ભગવાન કાળ ભૈરવનો જન્મ માગશર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. આથી દર વર્ષે માગશર માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર કાળ ભૈરવ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. કાળ ભૈરવ જયંતીના દિવસે ભગવાન કાળ ભૈરવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે તેની કૃપા મેળવવા માટે વિશેષ ઉપાય કરવા જોઈએ.

કાળ ભૈરવ જયંતિના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી ભગવાન કાળ ભૈરવના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કેમ કે ભગવાન કાળ ભૈરવ ભગવાન શિવનું જ એક રૂપ છે. 21 બિલ્લીપત્ર પર ચંદન વડે ‘ૐ નમઃ શિવાય’ લખી તેને શિવલિંગ પર ચઢાવો. આ પૂજા કરવાથી ભગવાન કાળ ભૈરવ પ્રસન્ન થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે.

ભગવાન કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે કાળા કૂતરાઓને મીઠી રોટલી ખવડાવો. જો કાળો કૂતરો ન મળે તો તમે કોઈ પણ કૂતરાને ખવડાવી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન ભૈરવ જ નહીં પરંતુ શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થશે.

શાસ્ત્રો અનુસાર અપરાધિક વૃત્તિઓને નિયત્રંણમાં રાખનારા પ્રંચડ દંડનાયક શ્રીકાળભૈરવને શિવનો પાંચમો રુદ્રવતાર કહેવામાં આવે છે. ભૈરવ દેવને પ્રસન્ન કરવા અને તેની કૃપા મેળવવા માટે દર ગુરુવારે કૂતરાને ગોળ ખવડાવવો જોઈએ.

ભૈરવ દેવ તેમના ભક્તોને તરત જ વેદનાથી મુક્તિ આપે છે. તેમની પૂજાને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા, મેલીવિદ્યા અને ભૂત, મારણ, મોહન, વિદ્ધેશણ ઉન્નતિ વગેરેનો ભય રહેતો નથી. ભૈરવ દેવના આશીર્વાદ મેળવવા માટે એક ભિક્ષુકને ધાબળાનું દાન કરો.

ભૈરવ દેવજીને કાશીના કોતવાલ કહેવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે બુધવારે 1.25 કિલો જલેબી ભૈરવ નાથને અર્પણ કરો અને કુતરાઓને ખવડાવો. આ ઉપાય કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

ઋષિમુનિઓને અંધકાર રૂપી અજ્ઞાનના ભયથી મુક્ત કરી જ્ઞાનરૂપી પ્રકાશનો માર્ગ બતાવનાર શિવને જ ‘કાળભૈરવ’ કહેવામાં આવે છે, જે સ્વંય શિવના ક્રોધથી જ પ્રગટ થયા હતા. શનિવારે પાપડ, પકોડા, પુરીઓ જેવી વિવિધ વાનગીઓ બનાવી અને રવિવારે ગરીબ લોકોએ તેનું વિતરણ કરો.

કાળ ભૈરવ જયંતી પર ભૈરવ દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેની કૃપા મેળવવા માટે રવિવાર અથવા શુક્રવારે કોઈપણ ભૈરવ મંદિરમાં ગુલાબ, ચંદન અને ગુગળની સુગંધિત અગરબત્તી કરી ભૈરવજીની પૂજા કરો. આ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

ભૈરવદેવને પ્રસન્ન કરવા માટે, બુધવારે 100 ગ્રામ કાળા તલ, 1.25 ગ્રામ કાળા અડદ,  સવા રૂપિયા અને સ્વ મિત્ર કાળા કપડામાં આ બધી વસ્તુઓ નાખી પોટલી બાંધી અને ભૈરવ નાથ મંદિરમાં મૂકી આવો. આ ઉપાય તમારી બધી મુશ્કેલીઓને દૂર કરશે.

કાળ ભૈરવજીને પ્રસન્ન કરવા માટે ભગવાન ભૈરવની મૂર્તિની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે કાલષ્ટમીના દિવસથી શ્રીકાળી ભૈરવાષ્ટકમ્નો પાઠ કરો. ઇચ્છા પૂર્ણ થાય ત્યાં સુધી આ ઉપાય રોજ ભક્તિભાવથી કરો.

કાળ ભૈરવ જયંતીના દિવસથી લઈને આગામી 40 દિવસ સુધી સતત કાળ ભૈરવના દર્શન કરો. આ ઉપાય કરવાથી ભગવાન ભૈરવ ખુશ થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *