જાણો કલ્પના ચાવલા એ રચેલા એક અનોખા ઈતિહાસ વિષે.

1095

૧ ફેબ્રુવારી ૨૦૦૩ ના રોજ કલ્પના ચાવલાનુ અવસાન થયુ હતુ. અંતરિક્ષમા જનાર તે પહેલી ભારતીય મહિલા હતી. કલ્પનાએ અવકાશની દુનિયામા માત્ર સિદ્ધિઓ જ નહી પણ તમામ વિદ્યાર્થીઓને પોતાના સપના જીવવાનુ શીખવ્યુ હતુ. ૧ ફેબ્રુઆરી 2003 ના રોજ કોલંબિયા સ્પેસ શટલના ભંગાણ સાથે કલ્પનાની ઉડાન થંભી ગઈ હતી. તે હજી પણ વિશ્વ માટે એક ઉદાહરણ છે. તેમની વાત સાચી થઈ જેમા તેમણે કહ્યુ હતુ કે હુ ફક્ત અંતરીક્ષ માટે જ બની છુ.

નાસાની વૈજ્ઞાનિક અને અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલમા થયો હતો. કલ્પના અવકાશમા જનાર પ્રથમ ભારતીય મહિલા હતી(તેણે યુએસ નાગરિકત્વ લીધુ હતુ). તેમના પિતાનુ નામ બનારસી લાલ ચાવલા અને માતાનુ નામ સંજ્યોતિ હતુ. કલ્પનાએ ફ્રાંસના જાન પિયર સાથે લગ્ન કર્યા હતા, જે ફ્લાઈંગ પ્રશિક્ષક હતા.

કલ્પના નો જન્મ ૧૭ માર્ચ ૧૯૬૨ ના રોજ કરનાલમા બનારસી લાલ ચાવલાના ઘરે થયો હતો. તે ચાર ભાઈ-બહેનોમા સૌથી નાની હતી. ઘરના દરેક તેને પ્રેમથી મોન્ટુ કહેતા હતા. પ્રારંભિક અભ્યાસ કરનાલના ટાગોર બાલ નિકેતનમા કર્યો હતો. જ્યારે તે ૮ મા ધોરણમા પહોંચી ત્યારે તેણે તેના પિતા પાસે એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી.

કલ્પનાના પિતા તેને ડોક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા. સગાંઓનુ કહેવુ છે કે નાનપણથી જ કલ્પનાને અવકાશ અને ખગોળશાસ્ત્રીય પરિવર્તનમા રસ હતો. તેણી હંમેશા તેના પિતાને પૂછતી હતી કે આકાશમા કેવી રીતે અવકાશયાત્રીઓ ઉડે છે. હુ પણ ઉડી શકુ? તેના પિતા હસતા હસતા આ મામલાને ટાળતા હતા.

ત્યારબાદ કલ્પના ૧૯૮૨ મા તેના સપના સાકાર કરવા માટે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવા અમેરિકા ગઈ હતી. પછી ૧૯૮૮ મા તે નાસા સંશોધન સાથે સંકળાય હતી. જે પછી ૧૯૯૫ મા નાસાએ અવકાશયાત્રા માટે કલ્પના ચાવલાની પસંદગી કરી હતી. તેણે એસટીએસ ૮૭ કોલમ્બિયા શટલ સાથે અવકાશમા પ્રથમ ફ્લાઇટથી સમ્પન કરી હતી. તેનો સમયગાળો ૧૯ નવેમ્બર ૧૯૯૭ થી ૫ ડિસેમ્બર ૧૯૯૭ સુધીનો હતો.

અવકાશમા તેમની પ્રથમ સફર દરમિયાન તેમણે અવકાશમા ૩૭૨ કલાકનો સમય વિતાવ્યો અને પૃથ્વીની ૨૫૨ પરિક્રમા પૂર્ણ કરી. કલ્પના આ સફળ મિશન પછી કોલમ્બિયા શટલ ૨૦૦૩ સાથે અવકાશની બીજી ફ્લાઇટમા સવાર થઈ. કલ્પનાની બીજી અને છેલ્લી ફ્લાઇટ ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ ના રોજ સ્પેસ શટલ કોલમ્બિયાથી શરૂ થઈ હતી.

તે એક ૧૬ દિવસીય અવકાશ મિશન હતુ જે સંપૂર્ણ રીતે વિજ્ઞાન અને સંશોધન પર આધારિત હતુ. ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ ના રોજ પૃથ્વી પર પાછા ફરવા માટે આ વાહન પૃથ્વીની કક્ષામા પ્રવેશતા જ હવામા વેરવિખેર થઈને તૂટી ગયુ હતુ. ૨૦૦૩ મા કલ્પનાની સાથે અન્ય ૬ અવકાશયાત્રીઓ પણ આ ઘટનામા માર્યા ગયા હતા.

કલ્પના ચાવલાનુ મોત પહેલા જ નક્કી થઈ ચૂક્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોલમ્બિયા સ્પેસ શટલ ઉપડતાની સાથે જ જાણ થઈ કે તે સલામત જમીન પર ઉતરશે નહી. નક્કી થઈ ગયુ હતુ કે સાત અવકાશયાત્રીઓ મૃત્યુના મોંમા સમાઈ જશે. તે પછી પણ તેમને આ વિશે માહિતી આપવામા આવી ન હતી. આ આશ્ચર્યજનક છે પરંતુ તે સાચુ છે. મિશન કોલમ્બિયાના પ્રોગ્રામ મેનેજર દ્વારા આ વાત બહાર આવી.

અવકાશયાત્રાની દરેક ક્ષણ મોતના સાયમા સ્પેસ વોક કરતી રહી કલ્પના ચાવલા અને તેના 6 સાથીઓ તેઓને એ જાણવાની છૂટ પણ નહોતી મળી કે તેઓ સલામત પૃથ્વી પર આવી શકશે નહી. તેમણે જીવન સાથે તેમનુ મિશન ચાલુ રાખ્યુ હતુ. તે ક્ષણે ક્ષણની માહિતી નાસામા મોકલતો રહ્યા પરંતુ બદલામા નાસાએ તેને એ પણ જાણ ન થવા દીધી કે તે પૃથ્વી કાયમ માટે છોડી દેશે.

તે સમયે સવાલ હતો કે નાસાએ આ કેમ કર્યું? શા માટે તેણે અવકાશયાત્રીઓ અને તેના પરિવાર પાસેથી માહિતી છુપાવી હતી. પરંતુ નાસાની વૈજ્ઞાનિક ટીમ ઇચ્છતી નહોતી કે મિશન પરના અવકાશયાત્રીઓ તેમના જીવનની અંતિમ ક્ષણો ઘુટી ઘુટીને જીવે. તેમણે તેમના વિષે સારુ એ વિચાર્યું કે ઘટનાનો શિકાર થતા પહેલા તે એકદમ મસ્ત રહે. નક્કી જ હતુ કે મોત આવવાની છે. પિતા કહે છે કે કલ્પના ક્યારેય આળસુ નહોતી. તે નિષ્ફળતાથી ડરતી ન હતી. તે જે લક્ષ નક્કી કરે તેને પૂર્ણ કરીને જ રહેતી હતી.. આજે કલ્પના કદાચ આપણી વચ્ચે ન હોય પરંતુ તે આપણા બધા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Previous articleજાણો આપણા દેશની રાજધાની કોલકાતા હતી પણ પછીથી દિલ્હી ને શા માટે રાજધાની તરીકે ઘોષિત કરવામાં આવી.
Next articleશું તમે ભગવાન શંકરની રહસ્યમય ગુફા વિશે જાણો છો કે જેનું રહસ્ય આજદિન સુધી કોઈ ઉકેલી શકયું નથી.