કામધેનું શંખને ઘરમાં રાખવાથી થાય છે આ 5 ફાયદા, જાણો કેવી રીતે..

260

સમુદ્ર મંથન દરમિયાન દેવ-રાક્ષસના સંઘર્ષ વખતે સમુદ્રમાંથી 14 કિંમતી રત્નો મળ્યા હતા. જેમાં આઠમાં રત્નના રૂપમાં શંખોનો જન્મ થયો હતો. કુદરતી રીતે શંખ ઘણા પ્રકારના હોય છે. દેવ શંખ, ચક્ર શંખ, રાક્ષસ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છ શંખ, સિંહ શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ વગેરે.

શંખના મુખ્ય પ્રકારો:

વામવર્તી, દક્ષીવર્તી અને ગણેશ શંખ અથવા મધ્યવર્તી શંખ. આ અંતર્ગત ગણેશ શંખ, પંચજન્ય, દેવદત્ત, મહાલક્ષ્મી શંખ, પૌન્દ્ર, કૌરી શંખ, હીરા શંખ, મોતી શંખ, અનંતવિજય શંખ, મણિ પુષ્પક અને સુઘોષમણી શંખ, વીણા શંખ, અન્નપૂર્ણા શંખ, એરાવત શંખ, વિષ્ણુ શંખ, ગરુડ શંખ અને કામધેનું શંખ .

કામધેનું શંખ:

આ શંખ ખૂબ જ દુર્લભ છે. કામધેનું શંખ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક ગોમુખી શંખ અને બીજું કામધેનુ શંખ. આ શંખ કામધેનું ગાયના મુખ જેવું જ હોવાથી થઇને કામધેનું શંખના નામથી ઓળખવામાં આવે છે.

કામધેનું શંખના 5 ફાયદા:

1. કહેવામાં આવે છે કે કામધેનુ શંખની પૂજા કરવાથી તર્ક શક્તિ મજબૂત થાય છે. આ શંખ ઘરમાં રાખવાથી મનને આનંદ થાય છે.

2. મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ શંખનો ઉપયોગ કર્યો હતો.

3. પૌરાણિક શાસ્ત્રોમાં તેનો ઉપયોગ કરવાથી પૈસા અને સમૃદ્ધિ કાયમી માટે વધારી શકાય છે.

4. કામધેનું શંખ ઘરમાં રાખવાથી બધી જ મનોકામના પૂરી થઇ જાય છે. કળિયુગમાં, મનુષ્યની ઇચ્છા પૂર્ણ થવાનું એકમાત્ર સાધન છે. આ શંખને કલ્પના પૂરી કરવાવાળો પણ કહેવામાં આવે છે.

5. કામધેનુ શંખ મંત્ર: ઓમ નમઃ ગોમુખી કામધેનુ શંખાય મમ્ સર્વકાર્ય સિદ્ધિ કુરુ-કુરુ નમઃ..

Previous articleઔષધીય ગુણધર્મોથી ભરપુર તુલસીના પાન ઘણા રોગો માટે છે ફાયદાકારક.
Next article‘હવન’ના આ ચમત્કારી ફાયદાઓ, જેના વિષે વૈજ્ઞાનિકો પણ માને છે, જાણો આ રોચક માહિતી…