Homeહેલ્થતમને કમળો થયો છે તો જાણો તેનાથી બચવાનો અને ઝડપીથી સ્વસ્થ થવા...

તમને કમળો થયો છે તો જાણો તેનાથી બચવાનો અને ઝડપીથી સ્વસ્થ થવા માટેના દેશી ઉપાય.

કમળાને પીળિયા તરીકે પણ ઓળખાય છે જેને અંગ્રેજી મા જોઇન્ડીસ કહેવામા આવે છે. ખાસ કરીને ઉનાળામાં આ રોગની તકલીફ થાય છે. કમળો થવાના મુખ્ય કારણોમાં દૂષિત પાણી, પીણાં અને ખાધ્ય પદાર્થોનું સેવન હોય છે. પીળિયાની તકલીફ લિવરને થયેલી અસરના કારણે અનુભવાય છે.

લક્ષણો:-

૧) પીળિયો નામ જ દર્શાવે છે કે તેમા રોગીનુ શરીર પીળાશ પડતા રંગનુ અનુભવાય છે.

૨) જેમ કે ચામડી પીળી દેખાવી, આંખોનો સફેદ ડોળો પીળાશ પડતો દેખાય છે.

૩) પેશાબનો રંગ વધારે પીળો થાય છે.

૪) પેટમા (ખાસ કરીને ડાબી બાજુ) દુખાવો થવો.

૫) ઊલટીઓ આવવી.

૬) શરૂઆતમા હાથે, ત્યાર બાદ પગે અને પછી આખા શરીરે ખંજોળ આવવી.

૭) ઊંઘ ને લગતી સમસ્યાઓ થવી.

૮) જલ્દીથી થાક લાગી જવો.

૯) ઉપરોક્ત એક કે એકથી વધુ લક્ષણો હોય તો પીળિયો ઓળખાઈ જાય છે.

૧૦) બાળકોમાં ચામડી અને આંખોનો પીળાશ પડતો રંગ, અનિન્દ્રા, ભૂખ ના લાગવી, ખૂબ રડવું જેવા લક્ષણો દેખાય છે.

ઘરગથ્થુ ઉપચારો:-

૧) મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.

૨) મધમા પાકા કેળા ખાવાથી કમળો મટે છે.

૩) આદુંનો રસ ને ગોળ ખાવાથી કમળો મટે છે.

૪) સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.

૫) હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર-સાંજ પીવાથી કમળો મટે છે.

૬) લીંબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ(ખાવાનો સોડા) નાખીને સવારના પહોરમા ચૂસવાથી કમળો મટે છે.

૭) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીમા ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી 3 દિવસમા કમળો મટે છે.

૮) ગાજરનો ઉકાળો પીવાથી કમળામા આવેલી અશક્તિને લોહીની અછત દૂર થાય છે.

૯) કરિયાતુ બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી પીળિયો મટે છે.

૧૦) લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે-કોઠે પીવાથી પીળિયો મટે છે.

૧૧) હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળામા રાહત અનુભવાય છે.

૧૨) કમળામા ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે દિવસમા બે વાર લેવાથી ભૂખ લાગશે.

૧૩) અરીઠાનુ પાણી નાકમાં નાંખવાથી કમળામા રાહત અનુભવાય છે.

૧૪) દાડમના રસમા સાકર ભેળવી શરબત બનાવીને દિવસમા ત્રણ ચાર વખત લેવાથી કમળામા રાહત અનુભવાય છે.

૧૫) બીલીના પાનનો રસ પીવાથી કમળામા રાહત અનુભવાય છે.

૧૬) અરડૂસીના રસમા મધ નાંખીને પીવાથી કમળામા રાહત અનુભવાય છે.

૧૭) અઘેડાના મૂળને છાશમા વાટીને પીવાથી કમળામા રાહત અનુભવાય છે.

૧૮) કુંવરપાઠાનો ગર્ભ ખાવાથી કમળો તથા આંખની પીળાશ મટે છે.

૧૯) ગળોના રસમાં મધ ભેળવીને સવારમાં પીવાથી કમળામા રાહત અનુભવાય છે.

અહી દર્શાવેલા ઉપચારો જાત અનુભવથી મેળવેલા છે અને અસરકારક છે. આમ છતાં, દરેકના શરીરની પ્રકૃતિ અને રોગના પ્રમાણ અનુસાર દરેકને દરેક ઉપચાર અસર ના પણ કરે.આ ઉપચારો એ કોઈના વ્યક્તિગત રોગનું નિદાન નથી પણ સામાન્ય સંજોગોમાં રોગ નિયંત્રણ માટેના સરળ અને જલ્દી થઈ શકે તેવા ઉપાયો દર્શાવવાનો આશય છે. રોગ જલ્દી નિયંત્રણમાં ના આવે ત્યારે પ્રશિક્ષિત વૈદ કે ડોકટરનો સંપર્ક કરી તેમના માર્ગદર્શનમા ઉપચાર કરવા સલાહ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments