Homeઅજબ-ગજબજાણો કાંગારું ને લગતી આ ખાસ વાતો કે જે તમને જાણીને નવાઈ...

જાણો કાંગારું ને લગતી આ ખાસ વાતો કે જે તમને જાણીને નવાઈ લાગશે.

જમીન પર બે પગ અને પાણીમા કાંગારૂ ચાર પગનો ઉપયોગ કરે છે. તે પોતાની પૂંછડી પર આખા શરીરનુ વજન ઉચકી શકે છે. ઓસ્ટ્રેલિયાનુ રાષ્ટ્રીય પ્રાણી કાંગારુ સસ્તન પ્રાણી છે અને લોકોને આ અનોખા પ્રાણી વિશે વધુ જાણકારી હોતી નથી. તો ચાલો કાંગારુને લગતી કેટલીક રસપ્રદ વાતો જાણીએ. તે ફક્ત ફરતી-ફરતી વસ્તુઓને જોવામા સમર્થ છે.

કાંગારુ એક શાકાહારી જીવ છે જે સામાન્ય રીતે ફળો, પાંદડા અને ઘાસ ખાવાનુ પસંદ કરે છે. તે ઘણા દિવસો સુધી પાણી પીધા વગર રહી શકે છે. તેની આંખો ખૂબ તીક્ષ્ણ છે પરંતુ તે ફક્ત ફરતી-ફરતી વસ્તુઓને જોવામા સમર્થ છે. વિશ્વના મોટાભાગના કાંગારુઓ ઓસ્ટ્રેલિયામા જોવા મળે છે અહી તમને રસ્તાઓ પર કાંગારૂ ફરતા જોવા મળશે.

કાંગારૂ કુદતા કુદતા લગભગ 32 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ ઉપરાંત તે એક સમયે લગભગ ૧૫-૨૦ ફુટ સુધી કૂદી શકે છે. પાણીમા તરતા સમયે કાંગારુઓ પોતાના ચાર પગઅને જમીન ઉપર બે પગનો ઉપયોગ કરે છે. કાંગારૂઓ પોતાની પૂંછડીને પાંચમા પગ તરીકે ઉપયોગ કરે છે કારણ કે તેમની પૂંછડી એટલી શક્તિશાળી છે કે તેઓ તેના શરીરનો સંપૂર્ણ વજન પૂછડી ઉપર ઉચકી શકે છે.

સ્ત્રી કાંગારુની ગર્ભાવસ્થાના સમયગાળાની ખૂબ જ ટૂંકી અવધિ હોય છે. તે ફક્ત ૩૫ થી ૪૦ દિવસમા બાળકને જન્મ આપે છે. આવા નાના સગર્ભાવસ્થાને લીધ કાંગારુ બાળક સંપૂર્ણ રીતે વિકસિત થતુ નથી તેથી તે માતાના પેટ પર બનેલી થેલીમા રહે છે. બાળકનો સંપૂર્ણ વિકાસ આ થેલીથી શરૂ થાય છે અને તેથી જ જન્મ પછી પણ બાળક પોતાની માતાની થેલીને વધુ સુરક્ષિત માને છે.

શું તમે જાણો છો કે કાંગારુ એક સામૂહિક પ્રાણી છે જે હંમેશાં એક ટોળામા રહેવાનુ પસંદ કરે છે અને જો તેને કોઈ ડર હોય તો તેઓ પોતાના પગને જમીન પર જોરશોરથી મારે છે જેથી અન્ય સભ્યો સાવચેત રહે. આ સિવાય સૌથી રસપ્રદ બાબત એ છે કે કાંગારુઓ ગળાને હલાવ્યા વગર પોતાના કાન કોઈપણ દિશામા ફેરવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments