આ કહાની પણ બાબાના ઢાબા ચલાવનાર કાંતા પ્રસાદ અને તેની પત્નીની કહાની જેવી જ છે, કારણ કે, આમાં પણ, કાંજી વડા વેચનારા આ વૃદ્ધ વ્યક્તિની જિંદગી કોરોના વાયરસના કારણે બદલાઈ ગઈ છે અને તેનો ધંધો બંધ થઈ ગયો છે.
દિલ્હીના ‘બાબા કા ઢાબા’ ફેમસ થયા પછી હવે આગ્રામાં “કાંજી વડા” વેચનાર એક વૃદ્ધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગ્રાના વૃદ્ધ દાદાનો આ વીડિયો પણ બાબા કા ઢાબા ચલાવનાર કાંતા પ્રસાદ અને તેની પત્નીની કહાની જેવો જ છે, કારણ કે કાંજી વડા વેચનારા આ વૃદ્ધ ચાચા પણ પોતાનો ધાંધો ચાલતો ન હોવાથી ખુબ જ દુઃખી છે.
કાંતા પ્રસાદ અને તેની પત્નીનો રડવાનો વીડિયો વાયરલ થતાંની સાથે જ લોકો સોશ્યલ મીડિયા પર આ વડીલની દુઃખદાયક પીડા સમજી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ યુઝર ધનિષ્ઠાએ તાજેતરમાં જ આ વિડીયો ક્લિપ તેના એકાઉન્ટ પર શેર કરી છે.
જેમાં 90 વર્ષના વૃદ્ધ વ્યક્તિ વિશે જણાવવામાં આવ્યું છે, જે આગ્રામાં કાનજી વડા વેચે છે. આ વૃદ્ધ ચાચા 40 વર્ષથી કાંજી વડા વહેંચે છે. કોરોના વાયરસના કારણે આ મહેનતુ વૃદ્ધને દરરોજ માત્ર 250-300 રૂપિયાની કમાણી થાય છે. આને કારણે, તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ધનિષ્ઠાએ આ ચાચાનું સરનામું પણ કહ્યું હતું કે, તે આગ્રાના કમલા નગરની પ્રોફેસર્સ કોલોનીમાં રોજ સાંજે 5.30 વાગ્યે કાંજી વડા વેચવાનું શરૂ કરે છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે જ્યારે પણ મોકો મળે ત્યારે અહીં જરૂર જવું. આ ક્લિપ શેર થઈ ત્યારથી એક લાખથી વધુ લોકોએ જોઈ છે. લોકો માત્ર આ વિશે એક બીજાને જણાવી જ નથી રહ્યા, પરંતુ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બાબા કા ઢાબા ચલાવનારા વૃદ્ધની જેમ કાંજી વડા વેચનાર આ 90 વર્ષીય વૃદ્ધને પણ મદદની જરૂર છે તેથી તમે પણ આ વૃદ્ધને મદદ કરજો અને આ લેખને જરૂર શેર કરજો…