Homeહેલ્થજો સ્નાન કરતી વખતે તમારા કાનમાં વારંવાર પાણી જતું રહે છે તો,...

જો સ્નાન કરતી વખતે તમારા કાનમાં વારંવાર પાણી જતું રહે છે તો, અપનાવો આ સરળ ટીપ્સ…

ઘણા લોકોને સ્નાન કરતી વખતે કાનમાં પાણી જતું રહે છે, કાનમાંથી પાણીને બહાર કાઢવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે. પરંતુ કેટલીકવાર કાનમાંથી પાણી કાઢવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, જેના કારણે ચેપનો પણ ભય રહે છે, જો તમારે પણ વારંવાર કાનમાં પાણી જતું રહે છે અને બહાર નીકળી શકતું નથી, તો અહીં જણાવેલા કેટલાક ઉપાયોમાંથી કોઈપણ એક ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો

જો નહાતી વખતે તમારા કાનમાં પાણી જતું રહે છે, તો આવી સ્થિતિમાં, તમે કાનને તે જ બાજુથી થપથપાવો અને બીજા હાથથી તમારા માથાને થોડો આંચકો આપો. આમ કરવાથી કાનમાંથી પાણી બહાર નીકળી જાય છે.

કેટલીકવાર સ્વીમિંગ પૂલ તો ક્યારેક શૉવરથી સ્નાન કરતી વખતે કાનમાં પાણી જતું રહે છે, આવી સ્થિતિમાં, તમે કાનની સળીઓનો સહારો લઈ શકો છો. હળવા હાથથી તેનો ધીરે ધીરે ઉપયોગ કરો. કાનની સળીને કાનની અંદર ઝડપથી નાખવી જોઈએ.

કાનનું પાણી કેટલીકવાર કૂદકા (જમ્પ) મારવાથી પણ બહાર નીકળી જાય છે. આ ઉપરાંત દોડવાથી પણ કાનની અંદર ગયેલું પાણી બહાર નીકળી જાય છે. આ માટે, તમે એકથી બે મિનિટ સુધી ઝડપથી દોડો. આ કરવાથી કાનમાંથી પાણી બહાર નીકળવાની સંભાવના વધારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments