Homeધાર્મિકશું તમે જાણો છો કે, ભાઇબીજનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, જાણો...

શું તમે જાણો છો કે, ભાઇબીજનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, જાણો તેની પૌરાણીક કથા વિષે…

દિવાળીના બે દિવસ પછી ભાઈ બીજનો તહેવાર મનાવવામાં આવે છે. આ વખતે 16 નવેમ્બરના રોજ ભાઈ બીજ મનાવવામાં આવશે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમ સંબંધનું પ્રતીક છે. આ દિવસે, બહેનો તેમના ભાઈને લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ પણ તેમની બહેન પ્રત્યે ફરજો નિભાવવાનો સંકલ્પ કરે છે. ભાઈબીજના તહેવારની પૌરાણિક કથાઓ સૂર્ય પુત્ર ‘યમ’ અને પુત્રી ‘યમુના’થી સંબંધિત છે. તો ચાલો જાણીએ ભાઈ બીજની પૌરાણિક કથા વિષે…

શાસ્ત્રો અનુસાર સૂર્યદેવ અને તેમની પત્ની સંધ્યાને બે સંતાનો હતા. એક પુત્ર યમરાજ અને બીજી પુત્રી યમુના. સંધ્યા સૂર્યનું તેજ સહન કરી શકતા ન હતા, જેના કારણે તેણે પોતાનો પડછાયો (છાયામૂર્તિ) બનાવ્યો અને તે તેના પુત્ર અને પુત્રીને છોડી ચાલ્યા ગયા હતા. છાયાને યમ અને યમુના સાથે કોઈપણ પ્રકાર લગાવ નહોતો, પરંતુ યમ અને યમુના બંને ભાઈ બહેનોમાં એક બીજા પ્રત્યે ખુબ જ  પ્રેમ હતો. 

યમદેવ તેની બહેન યમુનાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ કામની અધિકતાને કારણે તે તેમની બહેનને મળવા જઈ શકતા ન હતા. એક દિવસ યમદેવ તેમની બહેનની નારાજગીને દૂર કરવા માટે તેને મળવા તેમના ઘરે ગયા. જ્યારે યમુનાએ તેના ભાઈને જોયા, ત્યારે ખુબ જ આનંદિત થઈ ગઈ. યમુનાએ ભાવ પૂર્વક તેના ભાઇ માટે અનેક વાનગીઓ બનાવી અને તેમને ખુબ જ આદર અટકાર આપ્યો. યમદેવ તેની બહેનનો પ્રેમ જોઈને ખૂબ જ આનંદ થયા. તેણે યમુનાને ઘણી બધી ભેટો આપી.

જ્યારે બહેનના ઘરેથી જવાનો સમય થયો ત્યારે તેની બહેન પાસેથી રજા લેતી વખતે, યમરાજે બહેન યમુનાને તેની ઇચ્છાની ભેટ માંગવાનું કહ્યું. ત્યારે યમુનાએ તેના ભાઈની વિનંતી સાંભળીને કહ્યું, જો તમે મને એક વરદાન આપવા માંગો છો, તો પછી એ વરદાન આપો કે, આજના દિવસે દર વર્ષે તમે મારા ઘરે આવશો અને મારા આતિથ્યને સ્વીકશો. એવું કહેવામાં આવે છે કે, આ કથા અનુસાર દર વર્ષે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments