આવું આજે એટલા માટે કહેવાનું મન થાય છે કે દિલ્હીમાં આવેલ ‘બાબા કે ઢાબા’થી નાનકડી ખાણીપીણીની રેંકડી ચલાવી અચાનક મશહૂર બનેલા પેલા ડોસા-ડોસી કાંતાપ્રસાદે તેમની જ મદદ કરનાર યુટ્યબર ગૌરવ વાસન પર છેતરપિંડીનો આરોપ મૂકી પોલીસ કેસ કર્યો છે.

ફૂડ પાર્લરમાં બનેલી નાનકડી ઘટનામાં પણ પોતાનો ‘રાજકીય’ પાપડ અને રોટલો શેકનાર લોકોએ મુદ્દાને તો ગરમાગરમ રાખ્યો છે. પણ એક્ચ્યુઅલ ગુનો ક્યાં સંતાયો છે, એ તો પોલીસબાબા જ શોધી કાઢશે.
આ તો બાળપણમાં ખુદના માતાપિતાને પણ એક્ઝેક્ટ્લી આવી જ રીતે મજૂરી કરતા જોઈને ગૌરવનું દિલ દ્રવી ઉઠેલું. ડોસા-ડોસીમાં તેને ખુદના માં-બાપના દર્શન થયેલા એટલે એ ‘ગૌરવ’ને ટકાવી રાખવા તેણે લોકોની મદદ વડે બાબાને વગર પૂછયે ‘ઉભા કરવાનું’ નક્કી કરેલું.

પણ મને સવાલ એ થયો હતો કે આ ડોસા-ડોસીને સામે ચાલીને મદદ કરનાર ગૌરવ વાસન પર પૂણ્ય કરવા છતાં ધોખાધડીનો આરોપ શાં માટે મુકાયો? બંદાએ એવી તો શું ભૂલ કરી કે તેની દયા પર ડાકણે માછલાં ધોયાં? કારણકે અબઘડીએ પણ ભલાઈનો બદલો મલ્ટીફોલ્ડ થઈને પાછો મળે જ છે જ. એ પછી દુનિયાનો કોઈપણ ટાપુ હોય કે તળિયું.
એટલે આ ‘દયા’ની તપાસ કરવા મેં જાતે જ એસીપી પદ્યુમન બની યુટ્યુબ પર તેને લગતાં વિડિયોઝ જોયાં, તેના હાવભાવ સાથે તેની ભાષા અને બોડી લેન્ગવેજ પણ જોઈ. ક્યાંક વસવસાના અને આશ્વાસનના આંસુઓ પણ જોયાં. ને આખરે ભૂલ બસ એટલી જ સમજાઈ કે ‘બંદાએ સામે ચાલીને મદદ કરી.’

કાશ ! ગૌરવે ડોસાજી શાંતાપ્રસાદને પૂછ્યું હોત કે: “ક્યાં મૈં સચ મેં આપકી મદદ કરું?” ને બાદ જો ટોટલ કન્ફર્મેશન મળ્યું હોત તો વાત આટલી વક્રી ન હોત. કારણકે અત્યારે પણ એવાં અનેકો ‘ગૌરવો’ તો તેમની ભલાઈની ચેઇન હજુયે બાંધ્યે જાય છે.
બાકી તો ગૌરવના ઇન્ટરવ્યૂમાં બોલાયેલો ક્વોટ: “દરેક કામમાં ગુરુ નાનકજીનું નામ લેનારો ખોટું કામ ન કરે.” એટલો જ સાર્થક છે અને રહેશે.
લેખક:- મુર્તઝા પટેલ