જાણો, હિન્દૂ ધર્મમાં કન્યાદાનને કેમ કહેવામાં આવે છે સૌથી મોટું દાન.

424

લગ્નનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિ ખુશ થઇ જાય છે. લગ્નમાં સૌથી વધારે મહત્વ ધાર્મિક વિધિઓનું છે. કોઈ પિતા તેમની પુત્રીના લગ્ન કરે, તેમાં સૌથી મહત્વપૂર્ણ વિધિ કન્યાદાનની હોય છે, તે સમયે બધા લોકો ભાવાત્મક થઇ જાય છે. સનાતન ધર્મમાં, કન્યાના દાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં, જ્યારે પિતા તેની પુત્રીનો હાથ તેના જમાઈ ને સોંપે છે, તે વિધિને કન્યા દાન કહેવામાં આવે છે, આ વિધિમાં, પિતા તેની પુત્રી ની હથેળીમાં હળદર લગાડે છે, અને પુત્રી નો હાથ પિતાના હાથ પર મૂકવામાં આવે છે. જમાઈ તેનો હાથ સસરાના હાથ નીચે રાખે છે, ત્યાર પછી પિતા પુત્રી ના હાથ પર કેટલાક ગુપ્ત દાન અને ફૂલો મૂકે છે. બ્રાહ્મણ ની વિધિ દ્વારા પિતા તેની પુત્રીનો હાથ જમાઈને સોંપે છે.

હિન્દુ ધર્મમાં લગ્નને પાણિગ્રહણ સંસ્કાર પણ માને છે. જેમાં જમાઈને વિષ્ણુ અને પુત્રી ને ધનલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાદાનનો અર્થ એ છે કે માતાપિતા તેના ઘરની લક્ષ્મી જેવી દીકરીને તેના સસરાના ઘરે મોકલે છે. પુત્રીનો હાથ જમાઈ ના હાથમાં આપતા, માતા-પિતાની આશા હોય છે કે તેને સસરાના ઘરે પણ એ જ આદર અને પ્રેમ મળે જે તેને તેમના ઘરે આજ સુધી મળ્યો છે. આ વિધિને લગ્નની મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જેને પુત્રીનું કન્યા દાન આપવાનો હક મળે છે, તેનાથી શુભ બીજું કઈ નથી એમ માનવામાં આવે છે કે આ દાન માતાપિતા માટે સ્વર્ગનો માર્ગ ખોલે છે. તેથી કન્યા દાનને હિંદુ ધર્મમાં સૌથી મોટું દાન કહેવામાં આવે છે.

Previous articleશું તમે દુનિયાના સૌથી ખતરનાખ છોડ વિષે જાણો છો કે જેને સ્પર્શ કરવાથી પણ તમારું મૃત્યુ થઇ શકે છે.
Next articleજાણો તમારી આ ખરાબ ટેવોના કારણે વધી શકે છે વજન.