Homeરસોઈકપુરીયા: આ એક વિસરાતી જતી વાનગી છે, જે બાળકોને ખુબજ ભાવશે, તો...

કપુરીયા: આ એક વિસરાતી જતી વાનગી છે, જે બાળકોને ખુબજ ભાવશે, તો એકવાર ઘરે જરૂર બનાવજો.

આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે. જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે. આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા. પણ એણે પ્રેમથી ખાધા.

સામગ્રી:-

250 ગ્રામ કપુરીયાનો લોટ

1/2 વાટકી ક્રશડ તુવેર દાણા

1 વાટકી તુવેરના દાણા

1 ચમચી લીલાં મરચાંની પેસ્ટ

1 ચમચી આદુની પેસ્ટ

1/2 ચમચી લીલાં લસણની પેસ્ટ

1/2 ચમચી લસણની પેસ્ટ

2 ચમચી સમારેલું લીલું લસણ

1/2 ચમચી હળદર

4 ચમચી તેલ

1 ચમચી રાઈ

1 ચમચી તલ

ચપટી હિંગ

મીઠા લીમડાનાં પાન

સ્વાદાનુસાર મીઠું

વઘાર માટે:-

3 ચમચી તેલ

1/2 ચમચી રાઈ

1/4 ચમચી જીરૂ

1/2 ચમચી તલ

ચપટી હિંગ

મીઠા લીમડાનાં પાન

ચપટી લાલ મરચું પાવડર

રીત:-

સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ, હિંગ મીઠા લીમડાનાં પાન અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે ક્રશડ તુવેર દાણા ઉમેરો અને 2 થી 3 મિનિટ સુધી સાંતળો.

હવે મસાલા ઉમેરી લો. મેં અહીં 2 ચમચી તુવેર દાણા પણ ઉમેર્યા છે. લીલું લસણ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 3 વાટકી પાણી ઉમેરી દો.

પાણી ઉકળે એટલે ગેસ ફલેમ ધીમે કરી તેમાં કપુરીયાનો લોટ ઉમેરો અને વેલણ અથવા લાકડાના તવેતાથી મિક્સ કરી લો. અને લોટ ઠંડો કરવા મૂકો. તુવેરના દાણા પાણીમાં બોઈલ કરી લો. મેં લોટ 1 કલાક સુધી રહેવા દીધો હતો.

લોટ ઠંડો થાય એટલે તુવેરના દાણા ઉમેરો બરાબર મિક્સ કરી લો. અને ગોળા વાળી લો. આ ગોળાને સ્ટીમર માં 12 થી 15 મિનિટ સુધી ઢાંકીને થવા દો.ગરમ ગરમ કપુરીયા ઉપર તેલ રેડીને પણ ખાઈ શકાય છે.

હવે વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું તલ હિંગ અને મીઠા લીમડાનાં પાન અને લાલ મરચું પાવડર ઉમેરીને વઘાર કરી લો. સર્વીંગ ડીશમા કપુરીયા કાઢી ઉપર વઘાર રેડી લીલું લસણ ભભરાવી સર્વ કરો. આ કપુરીયા લીલી ચટણી સાથે ખૂબ સરસ લાગે છે.

રેસીપી સૌજન્ય:- ઉર્મી દેસાઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments