કરિશ્મા કપૂરની દિકરી સમાયરા સુંદરતામાં મમ્મી અને માસીને આપે છે માત, બોલિવૂડમાં કરશે કામ ?

819

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરની પુત્રી અને કરીના કપૂરની ભત્રીજી સમાયરા કપૂર તાજેતરમાં જ 16 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે કરીના કપૂરે સમાયરા સાથે એક તસવીર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. કરિશ્માએ પણ તેની પુત્રીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

સમાયરા મોટે ભાગે લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ તેનું નામ બોલિવૂડના લોકપ્રિય સ્ટાર કિડ્સની યાદીમાં પણ આવે છે. બીજી બાજુ, જો તમે સુંદરતાની વાત કરો તો કરિશ્માની પુત્રી કોઈથી ઓછી નથી. અત્યારે સમાયરાનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર છે. તે મુંબઈની ધીરુભાઇ અંબાણી સ્કૂલમાં ભણે છે.

અરમાન જૈનના લગ્ન દરમિયાન કપૂર પરિવારના દરેક વ્યક્તિ સમાચારોમાં ખૂબ જ હેડલાઈન બનાવી હતી. કરિશ્માની પુત્રી સમાયરા પણ આ લગ્ન દરમિયાન દરેકનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી હતી. પછી ભલે તે અરમાનના લગ્ન હોય કે લગ્નની રિસેપ્શનની રાત. સમાયરા દરેક જગ્યાએ આર્કષણનું કેન્દ્ર બની હતી. સમાયરા તેની માતા કરિશ્મા કરિશ્મા કપૂરની જેમ ખુબજ સુંદર છે.

કરિશ્માએ તેની પુત્રી સાથે ઘણી તસવીરો શેર કરી અને લખ્યું કે મેં અને મારી દીકરીએ એકસરખા કપડા પહેર્યો છે. કરિશ્મા-સમાયરા બંનેએ સફેદ રંગના લહેંગા સાથે ટ્રેડિશનલ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો.

જ્યાં એક તરફ કરિશ્મા લગ્નના કાર્યક્રમોમાં લાંબી કુર્તી અને લહેંગામાં જોવા મળી હતી અને તેની પુત્રી પણ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાય રહી હતી. અરમાનના રિસેપ્શનમાં માતા-પુત્રીની જોડી ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા કપડાં પહેરીને ગઈ હતી.

લગ્નના દિવસે સમાયરાએ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. તેની લહેંગા મમ્મીની સાડીની સાથે મેચ થતો હતો. સમાયરાની ઉંચાઈ તેની માતાના કરિશ્મા જેવી જ છે. આવી સ્થિતિમાં, બંનેનું સાથે દેખાવું દરેક વખતે દરેકનું ધ્યાન આકર્ષિત કરતું હતું. કરિશ્મા 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. કરિશ્માએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મો બાદ તેણે 2004 માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા.

છૂટાછેડા પછી, કરિશ્મા કપૂર પુત્રી સમાયરા અને પુત્ર કિયાનની જવાબદારી સંભાળી રહી છે, પરંતુ બાળકો ઘણીવાર પિતા સંજય કપૂરને મળતા રહે છે. છૂટાછેડા પછી સંજયે બાળકોના નામે 10 કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે કરિશ્માને રહેવા માટે ડુપ્લેક્સ બંગલો આપવામાં આવ્યો છે. સમાયરા પણ તેના પિતાની નજીક છે. સમાયરા તેની સાથે સમય પસાર કરવા માટે ઘણીવાર તેના પિતાને મળવા જાય છે.

કરિશ્માની બાળકો તેની માસી કરિના કપૂર સાથે ખૂબ જોડાયેલ છે. તે હંમેશાં તેના કાકીના ઘરે જતા જોવા મળે છે. નાના ભાઈ તૈમૂર સાથે પણ તેની સારી બોન્ડિંગ છે. સમાયરા કપૂર પણ તેના પિતા સંજય કપૂરના નવા પરિવાર સાથે સારા સંબંધ ધરાવે છે.

તે ઘણીવાર સંજય કપૂર અને તેની પત્ની પ્રિયા સચદેવ સાથે સમય વિતાવતા પણ જોવા મળે છે. લાઇમલાઇટથી દૂર રહેતી સમાયરા ઘણીવાર માતા કરિશ્મા સાથે જોવા મળે છે. કેટલીકવાર તેઓ કોઈ ઈવેન્ટ પર જોવા મળે છે, તો ક્યારેક તેઓ એરપોર્ટ પર જોવા મળે છે.

તમને આ આર્ટિકલ કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોકસમાં જરૂર જણાવજો, અને બોલીવુડની વધારે માહિતી મેળવવા માટે લાઈક કરો અમારા આ પેજને, જેમાં તમને મળશે દરેક સમાચાર, જોકસ, સુવિચાર અને તમામ અપડેટ.

Previous articleજો હોળી પર આંખોની આ રીતે રાખશો કાળજી તો નહીં આવે આંખોમાં ખંજવાળ અને બળતરાની સમસ્યા
Next articleખુબજ જાડી હોવા છતાં, બોલિવૂડની આ 10 અભિનેત્રીઓ લાગે છે હોટ, તમે જાતે જ જોઈલો આ તસવીરો…