મહાભારતમાં કર્ણ વધ પરથી મળે છે, એક ધર્મની શીખ.

ધાર્મિક

તમે બધાએ મહાભારત વિશેની ઘણી વાતો સાંભળી હશે. આજે અમે તમને મહાભારતની એક વાત જણાવી રહ્યા છીએ. આ વાત એવા લોકો વિશે કરવામાં આવી છે કે જેઓ ખોટું કામ કરે છે. દુષ્કર્મ કરનારા લોકો જ્યાં સુધી સુખમાં રહે છે, ત્યાં સુધી તેઓ ધર્મ-અધર્મ વિશેની વાતો સમજતા નથી.

 

જ્યારે દુષ્કર્મ કરનારા લોકો સંકટમાં ફસાઈ જાય છે, ત્યારે તેઓને ધર્મ યાદ આવે છે. આ વાતને કર્ણના મૃત્યુના સંદર્ભમાંથી સમજી શકાય છે. મહાભારત યુદ્ધમાં એક દિવસ અર્જુન અને કર્ણ સામસામે યુદ્ધ લડી રહ્યા હતા. ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું. તેથી કર્ણ રથ પરથી નીચે ઉતરી ગયો અને રથનું પૈડું ચડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. 

તે સમયે, અર્જુને તેના ધનુષ પર બાણ ચડાવી દીધું હતું. કર્ણએ અર્જુનને કહ્યું હતું કે, ‘એક નિશસ્ત્ર યોદ્ધાને તિર મારવું એ કાયરનું કામ છે, તમારા જેવા યોદ્ધાને આ કાર્ય શોભા નથી આપતું.’ મને પહેલા મારા રથનું પૈડું કાઢવા દો.

ત્યાર પછી હું તમારી સામે યુદ્ધ લડીશ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી હતા. શ્રી કૃષ્ણ કર્ણની વાતો સાંભળીને બોલ્યા, જ્યારે કોઈ અધર્મી સંકટમાં આવે છે, ત્યારે જ તેને ધર્મ યાદ આવે છે. શ્રી કૃષ્ણે કર્ણને કહ્યું કે જ્યારે જુગાર રમાતા હતા ત્યારે કપટ થઈ રહ્યું હતું અને દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું ત્યારે કોઈએ પણ ધર્મ વિશેની વાત કરી ન હતી. 

વનવાસ બાદ પાંડવોને તેમનું રાજ્યમાં પરત આપવું એ ધર્મ હતો, પરંતુ આવું કરવામાં આવ્યું ન હતું. 16 વર્ષીય અભિમન્યુને અનેક યોદ્ધાઓએ સાથે મળીને મારી નાખ્યો હતો, આ પણ ખોટું હતું. તે સમયે કર્ણનો ધર્મ ક્યાં હતો? 

 

શ્રી કૃષ્ણની આ વાતો સાંભળીને કર્ણ નિરાશ થઈ ગયા. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તમે ઉભા ન રહો તીર ચલાવો. કર્ણને ધર્મ વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી. તેણે હંમેશાં અધર્મનો જ સાથ આપ્યો છે. શ્રી કૃષ્ણના કહેવા પર, અર્જુને કર્ણને તીર માર્યું. કર્ણએ હમેશા દુર્યોધનનાં અધર્મ રૂપી કાર્યોમાં જ મદદ કરી હતી, જેના કારણે તેને અર્જુનના હાથે મરવું પડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *