Homeખબરકાશ્મીરમાં વિશ્વનો સૌથી મોંઘો પાક થાય છે, હવે એ પાક છે જોખમમાં...

કાશ્મીરમાં વિશ્વનો સૌથી મોંઘો પાક થાય છે, હવે એ પાક છે જોખમમાં…

કાશ્મીરમાં કેસર મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે વિશ્વનો સૌથી મોંઘો પાક માનવામાં આવે છે. આટલું જ નહીં, કાશ્મીરી કેસરને વિશ્વની સહુથી શ્રેષ્ઠ કેસર માનવામાં આવે છે.

જમ્મુ અને કાશ્મીરનું કેસર સમગ્ર વિશ્વમાં જાણીતુ છે. કાશ્મીરમાં કેસર મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે વિશ્વનો સૌથી મોંઘો પાક માનવામાં આવે છે. આટલું જ નહીં, કાશ્મીરી કેસરને વિશ્વની શ્રેષ્ઠ કેસર માનવામાં આવે છે. કાશ્મીરમાં આ કેસરની મોસમ છે, પરંતુ ઉત્પાદનથી ખેડુતો ખુશ નથી કારણ કે તે ઘણા વર્ષોથી સતત ઘટતું રહ્યું છે.

2010 માં કાશ્મીરમાં કેસરની ખેતીને પુનર્જીવિત કરવા માટે કેસર મિશનની શરૂઆત કરવામાં આવી હતી, જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા 411 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રોજેક્ટ અંતર્ગત કેસરના ખેતરોમાં સિંચાઇ માટે 126 બોરવેલ ખોદવાના હતા.

શરૂઆતમાં આ પ્રોજેક્ટ પાંચ વર્ષ માટે શરૂ કરાયો હતો, પરંતુ જ્યારે જમ્મુ-કાશ્મીર સરકાર 2015 ની અંતિમ સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગઈ ત્યારે કેન્દ્ર સરકારે બાદમાં તેના વિસ્તરણને વધુ બે વર્ષ માટે મંજૂરી આપી. બાદમાં 2018 માં, તે ફરીથી બે વર્ષ માટે લંબાવવામાં આવી.

સ્થાનિક કેસર ઉગાડનારાઓનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી પંપોરમાં કેસરી ઉગાડતા ખેડૂતો સિંચાઇ સુવિધા પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા કેસરના ઉત્પાદનમાં વધારો કરવા સરકારે તેમને મદદ કરવાનું વચન આપ્યું હતું.

પુલવામા જિલ્લાની પમ્પોર તહસીલમાં આશરે 3200 હેક્ટર જમીન છે કે જેના પર કેસર ઉગાડવામાં આવે છે, જ્યારે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં કેસરીની ખેતી માટે કુલ જમીન 3,715 હેક્ટર છે. કેસરના ઉત્પાદક મોહમ્મદ યુસુફે કહ્યું કે દુષ્કાળ જેવી સ્થિતિ અને ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને કેસર માટે પાણી પાવું અને દવાનો છંટકાવ કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે દવાના છંટકાવથી અને સિંચાઇથી ખેડુતો સામાન્ય સમય કરતા 10 ગણો વધુ પાક મેળવી શકશે. અને આનાથી કેસરના ઉત્પાદનમાં પણ વધારો થશે.

મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કેટલાક ખેડુતોને સિંચાઇની સુવિધા આપવામાં આવી છે, પરંતુ વીજળી નથી, જ્યારે લોકોને પાણીનો પમ્પ ચલાવવા માટે કહીએ છીએ ત્યારે તેઓ કહે છે કે તેઓ પંપ ચલાવા માટે તૈયાર છે પણ કોઈ બળતણ મળતું નથી. જયારે સંબંધિત અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રએ ભંડોળ સમયસર બહાર પાડ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments