આ પાંચ કારણો જાણ્યા પછી, તમે પણ કઠોળને રાંધતા પહેલા પાણીમાં પલાળીને રાખશો..

158

કઠોળને આપણા આરોગ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે અને તેથી ડોકટરો પણ આપણને સલાહ આપતા હોય છે કે તમારા આહારમાં કઠોળને શામેલ કરો. કઠોળના સેવનથી આપણા શરીરને માત્ર પ્રોટીન જ મળે છે એવુ નથી પરંતુ તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ પણ હોય છે, જે આપણા શરીરની પોષક તત્ત્વોની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. જો કે, દરેક ઘરમાં લોકો કઠોળને જુદી જુદી રીતે રાંધીને બનાવે છે. જ્યારે કેટલીક સ્ત્રીઓ માત્ર દાળને ધોઈને રાંધી નાંખે છે. તો કેટલીક સ્ત્રીઓને ટેવ હોય છે કે તેઓ રાંધતા પહેલા કઠોળને પાણીમાં પલાળીને રાખે છે અને પછી રાંધે છે.

દરેકની કઠોળને રાંધવાની પોતાની રીત છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે રાંધતા પહેલા દાળને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો છો, તો તમને તેનાથી ઘણા સારા ફાયદાઓ થાય છે. તો આજે આપણે આ આર્ટિકલમાં અમે તમને એવા કેટલાક ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ, જે જાણ્યા પછી કે તમે પણ થોડા સમય માટે કઠોળને પાણીમાં પલાળીને રાખ્યા પછી રાંધવાનું પસંદ કરતા થઈ જશો.

સામાન્ય રીતે, કોઈપણ આહારનું સેવન માત્ર પેટ ભરવા માટે નથી કરવામાં આવતું પણ તેમાં રહેલા પોષક તત્ત્વો આપણને આરોગ્યપ્રદ રાખવામાં મદદ કરે છે. તેથી રાંધતા પહેલા કઠોળને પલાળી રાખવા તે ખુબજ સારું માનવામાં આવે છે. જ્યારે તમે કઠોળને પલાળીને રાંધો છો, ત્યારે તે શરીરમાં ખનિજને શોષવાની ક્ષમતા વધારે છે. કઠોળને થોડો સમય પાણીમાં પલાળીને રાખવાથી તે ફાયટેઝ નામનો એન્ઝાઇમ સક્રિય કરે છે. આ ફાયટેઝ ફાયટીક આપણા શરીરમાં જામેલા એસિડને તોડવામાં મદદ કરે છે અને કેલ્શિયમ, આયર્ન અને જસત જેવા આરોગ્યપ્રદ પોષક તત્ત્વોને શરીરમાં ટકી રહેવામાં મદદ કરે છે. આ મીનરલ એબિલેશન પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે.

જો ભોજન જમ્યા પછી યોગ્ય રીતે પચતું નથી, તો તે વ્યક્તિને કબજીયાત, ગેસની સાથે સાથે બીજી ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તેથી કઠોળને પલાળી રાંધવા જરૂરી છે. કઠોળને પલાળીને રાંધવાથી એમીલેઝ નામનું કમ્પાઉન્ડ પણ સક્રિય કરે છે જે કઠોળમાં રહેલા જટિલ સ્ટાર્ચને તોડી નાખે છે અને તેમને પચવામાં સરળ બનાવે છે.

મોટે ભાગે કેટલાક લોકો કઠોળ ખાધા પછી ગેસની ફરિયાદ કરે છે. શક્ય છે કે તમે કઠોળ ન પલાળવાને કારણે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો. પરંતુ જ્યારે તમે કઠોળને પલાળીને રાંધી લો છો, ત્યારે કઠોળમાં રહેલા ગેસ ઉત્પન્ન કરનારા સંયોજનો પણ મોટા પ્રમાણમાં દૂર થાય છે. મોટાભાગના કઠોળમાં ઓલિગોસેકરાઇડ્સ હોય છે, જે એક પ્રકારની જટિલ સુગર છે જે બ્લોટિંગ અને ગેસ માટે જવાબદાર છે. કઠોળને પલાળીને રાંધ્યા પછી, આ જટિલ સુગરની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જે તમને ગેસની સમસ્યાઓથી બચાવે છે. જો કે, તમારે અહીં સમજવું આવશ્યક છે કે કઠોળ પલાળ્યા પછી તમને ગેસની સમસ્યા ન થાય તે જરૂરી નથી. તે અન્ય કારણોસર પણ થઈ શકે છે.

આ પણ કઠોળ પલાળી રાંધવાનો જબરદસ્ત ફાયદો છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે જો કઠોળ રાંધતા પહેલા થોડા સમય માટે પાણીમાં પલાળી જાય છે, તો તે ફૂલી જાય છે અને પછી તેઓ ઝડપથી રસોઇ કરીએ ત્યારે રંધાય જાય છે, જે તમારા રસોઈનો સમય ઘટાડે છે અને બળતણની પણ બચત કરાવે છે.

જ્યારે તમે કઠોર રાંધતા હોવ ત્યારે તમે પણ ઇચ્છતા હોવ છો કે કઠોળના દરેક દાણા સમાનરૂપે રંધાય જાય, પરંતુ આ ત્યારે જ શક્ય છે જો તમે રાંધતા પહેલા કઠોળને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો છો. જો તમે કઠોળને સીધા ધોઈને રાંધશો, તો કઠોળના કેટલાક દાણા વધારે રંધાય જાય છે અને ઓગળી જાય છે તો કેટલાક દાણા કાચા પણ રહી જાય છે. અને કાચા-પાકા કઠોળના કારણે જેવો સ્વાદ અને ટેસ્ટ આવવો જોઈએ એ પણ નથી આવતો. તેથી હંમેશા કઠોળને થોડા સમય માટે પાણીમાં પલાળી રાંધવાનો આગ્રહ રાખો.

Previous articleકિશોરની વહુ: ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી અદ્ભુત નવલકથા….
Next article42 વર્ષની વયે કરી શરૂવાત, આજે છે 25 કરોડનું ટર્નઓવર, સામાન્ય ગૃહિણીથી સફળ ઉદ્યોગપતિ સુધીની સફર…