Home રસોઈ “કાચું કાટલુ” સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ઇન્સ્ટન્ટ વસાણું

“કાચું કાટલુ” સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ઇન્સ્ટન્ટ વસાણું

2169

ફ્રેન્ડ્સ, શિયાળા ના અવનવા વસાણાં , લીલા શાકભાજી ખાવાની કંઈક અલગ જ મજા છે જેમાં નું એક સૌરાષ્ટ્ર નું પ્રખ્યાત વસાણું કાટલાં પાક અચૂક દરેક ઘર માં બનાવવા માં આવે છે.

ખાસ કરીને બહેનો માટે ઉત્તમ એવું આ વસાણું કે જે એક બીજી રીતે પણ બનાવવામાં આવે છે જેને અમે કાચું કાટલુ કહીએ કારણ કે તેમાં કાટલું પાવડર અને બીજી વસ્તુઓ તો ખરી જ પણ ઘઉં નો લોટ થોડો અને ટોપરું વઘુ ઉપયોગમાં લેવાય છે. કાચું કાટલુ ઇન્સ્ટન્ટ વસાણું કહી શકાય અને મારું મનગમતું છે એટલે હું શિયાળામાં મારા માટે અવારનવાર બનાવું છું.

પરંતુ એક જાણવા જેવી બાબત એ છે કે ડિલિવરી પછી વહેલી સવારે ગરમાગરમ કાચું કાટલુ ખાવું ખૂબ લાભદાયક છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ ના કરો તો પણ ચાલે.

કાચું કાટલુ રેસિપી:-૨ વ્યક્તિ માટે:

૩ થી ૪ ચમચી શુદ્ધ ઘી

૨ ચમચી ઘઉં નો લોટ

૨ ચમચી બાવળ નો ગુંદર

૧ ચમચી સુંઠ પાવડર

૧ ચમચી ગંઠોડા નો પાવડર

૧/૨ કપ છીણેલું સુકું કોપરું

૧ અથવા ૧/૨ ચમચી કાટલું પાવડર (બત્રીસુ પાવડર)

૧ ચમચી ખસખસ

કાજુ…બદામ (ઓપ્શનલ)

રીત:- સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી ગુંદર તળી લઈ ને એક અલગ ડીશ માં કાઢી લેવો. ત્યારબાદ જરૂર મુજબ એટલે લોટ સેકાય એ રીતે ઘી ઉમેરી લોટ સેકી લેવો.

અને સ્લો ફ્લેમ પર ગોળ, કાટલું પાવડર, ખસખસ, ટોપરું, સુંઠ અને ગંઠોડા પાવડર, તળેલો ગુંદર (વાટકીથી દબાવીને ક્રશ કરેલ), કાજુ..બદામ ,એડ કરી ફટાફટ સરસ રીતે મિક્સ કરી ગેસ પર થી ઉતારી સર્વિગ પ્લેટમાં કાઢી લેવો.

કાચું કાટલુ ઇન્સ્ટન્ટ વસાણું છે. ગરમાગરમ ખાવાની મજા આવશે.

રેસીપી અને ફોટો સૌજન્ય: આશાબેન રામપરીયા