બધા લોકો જાણે છે કે આપણો દેશ હજી સંપૂર્ણ રીતે કુપોષણથી મુક્ત થયો નથી. આજે પણ, દેશના ઘણા વિસ્તારોમાં બાળકો અને પુખ્ત વયના લોકોને દિવસમાં બે વાર ખાવાનું મળે છે. દેશમાં કેટલાક લોકો એવા પણ છે જે ગરીબ લોકો માટે મફત કે સસ્તા પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરે છે.
13 એપ્રિલ, 2018 ના રોજ, ગુરુગ્રામના “પંકજ ગુપ્તા” તેની દુકાન જવા માટે ઘરેથી નીકળ્યા હતા, ત્યારે તેમણે રસ્તામાં કચરાના ઢગલામાંથી ખોરાક વીણીને ખાતા બાળકોને જોયા. બાળકોની આ પરિસ્થિતિ જોઈ પંકજે જાતે જ કંઈક અલગ અને અસરકારક કરવાનું નક્કી કર્યું અને તેણે બીજા દિવસે એટલે કે 14 એપ્રિલ 2018 ના રોજ ગુરુગ્રામમાં દેવદૂત ફૂડ બેંક સંસ્થા શરૂ કરી.
શરૂઆતના દિવસોમાં, પંકજની આ પહેલને લોકોએ ધ્યાનમાં લીધી ન હતી અને લોકો તેમના કાર્યની મજાક પણ ઉડાવી રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં, રસોઈયાઓ દ્વારા ખોરાક તૈયાર કરવામાં આવતો હતો. તેણે નક્કી કર્યું હતું કે બાળકોને મફત ખોરાક આપવામાં આવશે, જ્યારે પુખ્ત વયના લોકો પાસેથી ખાવા માટે ઓછા પૈસા લેવામાં આવશે, જેનાથી દરેક ગરીબ લોકોને આ સુવિધાનો લાભ મળે.
આ સંસ્થા લોકોને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરું પાડે છે. પંકજ મોંઘવારીના સમયમાં પણ ઓછા પૈસામાં ભોજનનું વિતરણ કરવા અંગે કહે છે. તેમનો ઉદ્દેશ્ય પૈસા કમાવવાનો નથી, પરંતુ આર્થિક રીતે નબળા લોકોને ખોરાક આપવાનો છે. આ પહેલની શરૂઆત સાથે પંકજે એક દિવસમાં 100 લોકોને ભોજન પુરૂ પાડવાનો લક્ષ્યાંક બનાવ્યો હતો, પરંતુ આજે તે દરરોજ 500 થી વધુ લોકોને ભોજન પૂરું પાડે છે.
એક ઇન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે, “મારું માનવું એ છે કે જેની પાસે પૈસાની કમી છે તેને પણ પૌષ્ટિક આહાર ખાવાનો અધિકાર છે. મે એક ડીસ ભોજનનો ભાવ પાંચ રૂપિયા એટલા માટે રાખ્યો છે કે જેથી લોકો આત્મગૌરવથી ખોરાક ખાઈ શકે.”
આ કાર્યને સતત ચાલુ રાખવા માટે, સમાજ સેવા કરતા લોકો દાનના સ્વરૂપમાં સંસ્થાને જરૂરી ભંડોળ પૂરું છે. પંકજ કહે છે કે આજે ઘણા લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને તેમની મદદ પણ કરી રહ્યા છે.
કોરોના વાયરસ રોગચાળાને કારણે આવેલા દેશવ્યાપી લોકડાઉનમાં પણ સંસ્થાએ તેની સેવાઓ ચાલુ રાખી. આ સમયગાળા દરમિયાન, સંસ્થાએ ગરીબ લોકોને ઘણી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ પીરસી હતી.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને, સંસ્થાએ રસોઈ, વિતરણ અને સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લીધી છે. પંકજ કહે છે કે સંસ્થાના રસોડામાં સરકારે નક્કી કરેલા તમામ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવે છે.