Homeધાર્મિકકેદારનાથ મંદિરની રક્ષા કરે છે ભૈરવ બાબા, જાણો તેની પાછળની રહસ્યમય કહાની...

કેદારનાથ મંદિરની રક્ષા કરે છે ભૈરવ બાબા, જાણો તેની પાછળની રહસ્યમય કહાની…

કેદારનાથ મંદિર ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. કેદારનાથ ધામને અસંખ્ય ભક્તોની આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શિવ પૃથ્વીના કલ્યાણ માટે 12 સ્થળોએ પ્રગટ થયા હતા. આજે પણ તેમની આ 12 જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના આ 12 જ્યોતિર્લિંગોમાં કેદારનાથ પણ એક છે.

કેદારનાથ પવિત્ર 4 ધામમાંથી એક છે. ભગવાન શિવના દર્શન કરવા માટે ભક્તો દર વર્ષે આ પવિત્ર ધામની મુલાકાત લે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવની કૃપા આ મંદિર પર અને અહીં દર્શન કરવા આવતા દરેક ભક્તો પર રહે છે. એવું માનવામાં આવે છે કે, આ પવિત્ર મંદિર મહાભારતના પાંડવોએ બનાવ્યું હતું. ત્યાર બાદ 8 મી સદીમાં આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા આ મંદિર ફરીથી બનાવવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે, કેદારનાથ મંદિરના દર્શન કરવા આવતા ભક્તોએ ભૈરવ બાબાના મંદિરના દર્શન પણ જરૂર કરવા જોઈએ. આનાથી ભૈરવ બાબા પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે, ભૈરવનાથજી કેદારનાથ મંદિરની રક્ષા કરે છે. તેમને મંદિરના રક્ષક માનવામાં આવે છે. ભૈરનાથનું મંદિર કેદારનાથના મુખ્ય મંદિર નજીક સ્થિત છે. તેને ભગવાન શિવનો જ્વલંત અવતાર માનવામાં આવે છે.

કેદારનાથ મંદિર 6 ફૂટ ઉંચા ચોરસ ચબુતરા પર બનાવવામાં આવ્યું છે. મંદિરની બહાર પ્રાગણમાં નંદી બિરાજમાન છે. તેની દિવાલો લગભગ 12 ફુટ જાડી છે અને તે મજબૂત પત્થરોથી બનેલી છે. તે એક આશ્ચર્યજનક વાત છે કે, આટલા ભારે પથ્થરોને આટલી ઉંચાઇ પર લાવીને મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યું હશે. બાબા કેદારનું આ ધામ કટિહુહરી શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરની છત લાકડાની બનેલી છે અને તેની ટોચ પર સોનાનો કળશ મૂકવામાં આવ્યો છે.

આ મંદિર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. કેદારનાથ ધામ વિશે અનેક પ્રકારની કહાનીઓ છે. એવું માનવામાં આવે છે કે, આ સ્થળે પાંડવોએ ભગવાન શિવનું મંદિર પણ બનાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, આ પછી, આદિ ગુરુ શંકરાચાર્યે દસમી સદીમાં આ મંદિર બનાવ્યું હતું.

સ્કંદ પુરાણ મુજબ, ભગવાન શંકરે માતા પાર્વતીને આ સ્થાન વિશે કહ્યું હતું કે, ‘આ ક્ષેત્ર એટલું પ્રાચીન છે, જેટલો હું સ્વંય છું. આ સ્થાન પર, મેં સૃષ્ટિની રચના માટે બ્રહ્માના સ્વરૂપમાં પરબ્રહ્મતત્વને પ્રાપ્ત કર્યું. ત્યારથી, આ સ્થાન મારું નિવાસસ્થાન છે. એવું માનવામાં આવે છે કે, કેદારનાથ આવતા યાત્રાળુઓને સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments