એકાગ્રતા વધારવા માટે બાળકના અભ્યાસ રૂમમાં રાખો ફેંગશુઈનું આ ખાસ ગેજેટ, જાણો તેના અન્ય ફાયદા વિશે

0
212

ફેંગશુઈમાં જીવનની દરેક પ્રરેશાની માટે કોઈને કોઈ ઉપાય જણાવવામાં આવ્યાં છે. તેનું ગેજેટ્સ આપણી તમામ પરેશાની દૂર કરી શકે છે. ફેંગશુઈનું આવું જ એક ખાસ ગેજેટ છે એજ્યુકેશન ટોવર. ફેંગશુઈના અનુસાર આ બાળકના રૂમમાં રાખવાથી બાળકોના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

શું છે એજ્યુકેશન ટોવર?
ફેંગશુઈમાં એજ્યુકેશન ટોવરની સંકલ્પના અલબત્ત ચાઈનીઝ પેગોડાથી લેવામાં આવી છે. ચાઈનીઝ પેગોડા એક ઊંચુ મીનારનુમા સ્ટ્રક્ચર હોય છે. બૌદ્ધ લોકો તેમને અત્યંત પવિત્ર માને છે અને તેમને જ્ઞાન, બુદ્ધિ અને એકાગ્રતાથી જોડીને જુએ છે. તેમની સંરચનાનું નાનું રૂપ એજ્યુકેશન ટોવર છે. માનવામાં આવે છે કે તેમને બાળકના અભ્યાસ રૂમમાં રાખવાથી બાળકમાં એકાગ્રતા વધે છે.

એજ્યુકેશન ટોવરના લાભ
1. એજ્યુકેશન ટોવરને બાળકના અભ્યાસ ટેબલ પર રાખવાથી તેની એકાગ્રતામાં વધારો થાય છે. જે બાળક ભણતરમાં નબળું છે, સારા ગ્રેડ નથી લાવી શકતું તેના ટેબલ પર તેમને અવશ્ય રાખવું જોઈએ.

2. આ ટોવરને યુવાનોના રૂમમાં ઉત્તર દિશામાં રાખવાથી તેને કરિયરમાં સખત નવા અવસર મળતા રહે છે.

3. બાળકો જો સ્વાસ્થ્યના કારણોથી ભણતરમાં સારા નંબર નથી લાવી શકતાં તથા પરીક્ષાના દિવસોમાં તે બીમાર પડી જાય છે તો એજ્યુકેશન ટોવરને તેના રૂમમાં પૂર્વ દિશામાં રાખો.

4. પ્રોફેશનલ લોકોને પોતાના કાર્યસ્થળ પર બોસ અથવા સહકર્મચારીઓથી સારા સંબંધ બનાવી રાખવા માટે એજ્યુકેશન ટોવરને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી શકાય છે.

5. એકેડેમિક અને પ્રોફેશનલ લાઈફમાં સફળતા માટે પણ તેમને ઉત્તર- પશ્ચિમ દિશામાં રાખી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here